________________
- ૨૮૪ ચાલ્યા ગયે, કૃષ્ણ પણ હાથ જોડીને મસ્તક ઉપર હાથને સ્થાપિત કરી, પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવા રૂપ ભગવાન નેમિનાથનું ધ્યાન ધરી, આલેચના, ત્રચ્ચાર ક્ષમાપના, પાપગહણ કરીને ભકિતથી શ્રીનેમિ, વરદત્તાદિ, પ્રદ્યુમ્નાદિ, રાજીમતી, રુકિમણ આદિની પ્રશંસા કરતા અને પિતાના આત્માની નિન્દા કરતાં શુદ્ધ ધ્યાનમાં આરૂઢ બની કર્મરાજાની ઘાત, આતં, શેક, તૃષ્ણા, વ્યથા, આદિ સેનાએથી બેધ મંત્રીને નષ્ટ કરી નાખ્યા, વિવલ બનીને શ્રીકૃષ્ણ ચિન્તન કરવા લાગ્યા કે આજ સુધી દેવતાઓ પણ મારે પરાજય કરી શક્યા નથી, પરંતુ તૈપાયનથી પ્રથમવાર આવી ખરાબ દશા પ્રાપ્ત થઈ, માટે કેઈપણ પ્રકારે તેને દંડ આપીશ. આ પ્રમાણે અંત સમયે રૌદ્રધ્યાનમાં મરીને શ્રીકૃષ્ણ ત્રીજી નારકીને વિષે દ્વારિકાની જેમજ વાલુકા પ્રભામાં ઉત્પન્ન થયા.
ઈતિ શ્રી અમમસ્વામી ચરિત્ર
ચૌદમે સર્ગ સંપૂર્ણ