________________
સંહાર કર્યો, સેનાને નાશ થવાથી અચ્છ દન્ત ભગ્નદઃ હાથીની જેમતેમના શરણે આવ્યો,તેને જીવિતદાન આપી કૃષ્ણ બલરામની સાથે ભજન કરી દક્ષિણ દિશા તરફ ચાલી કૌશામળ વનમાં આવ્યા, ગીષ્મઋતુ હોવાથી શ્રી કૃષ્ણને અત્યંત તરસ લાગી, ચાલવા માટે અશક્ત બન્યા, બલરામે કહ્યું કે હું કયાંકથી ઠંડુ પાણી લઈને આવું છું; કૃષ્ણ જાનુ ઉપર પગને રાખી પિતામ્બર ઓઢીને સૂઈ ગયા.
બલરામે જતી વખતે શ્રી કૃષ્ણને કહ્યું કે હે વત્સ! જરા હોંશિઆરીથી રહેજે, કારણ કે વનમાં દુષ્ટજીવ રહે છે. વળી બલરામે વન દેવતાઓને પ્રાર્થના કરી કે હું મારા ભાઈને છેડીને જઈ રહ્યો છું. આપ લે કે તેમની રક્ષા કરજે, બલરામના ગયા પછી ધનુર્ધારી જરાકુમારે શિકારના માટે વનમાં ફરતાં ફરતાં ઝાડની નીચે સુતેલા કૃષ્ણને મૃત માનીને બાણ માર્યું. બાણ વાગતાની સાથે શ્રી કૃષ્ણ ઉડ્યા, કે ક્યા ક્ષત્રિત્રાધમે સુતેલા એવા મારા ઉપર માર્યું મેં તે કઈ દિવસ શત્રુને ઓળખ્યા વિના પ્રહાર પણ કર્યો નથી, માટે તું ક્ષત્રિય હોય તે તારા કુલનું નામ બતાવ! શિકારીએ કહ્યું કે હું યદુવંશને છું; વસુદેવને પુત્ર છું; મારું નામ જરાકુમાર છે.
નેમિનાથના વચનને સાંભળી શ્રી કૃષ્ણના રક્ષણ માટે હું બાર વર્ષથી જંગલમાં રહું છું; અહીંઆ મનુષ્ય જાતિના દર્શન પણ થતા નથી, તમે કેણ છે? ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે જેના રક્ષણ માટે તું જંગલમાં ચાલી આવ્યો તે