________________
૨૮૦
પણ રથના પૈડાં બહાર ન નીકળતા તે પૈડાં ભાંગી ગયા, બીજા રથ ઉપર બેસાડી લઈ જવાને પ્રયાસ કર્યો, ત્યારે તે દુષ્ટ દ્વૈપાયને નગરના દરવાજા બંધ કરી નાખ્યા હતા, બલરામે પગની લાત મારી દરવાજો તોડી નાખે, રથા આગળ ચલાવ્યું, પરંતુ અસુરના પ્રભાવથી રથ ચાલ્યા નહીં. સામે ઉભેલા અસુરે બલરામ તથા કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે તમે લેકે શા માટે મેહમાં પડે છે, આપ બને સિવાય આ “દાહ”માંથી કઈ પણ જીવતું બચી શકે તેમ નથી. તેમ મેં તમને પહેલેથી જ કહેલું છે.
વસુદેવાદિએ બલરામ તથા કૃષ્ણને નગર છેડી બહાર ચાલ્યા જવા માટે સમજાવ્યા ત્યારે તે બન્નેએ તમને બધાને છેડી દીધા, વસુદેવાદિ લેકેએ મનમાં જ ભગવાન નેમિનાથનું શરણું સ્વીકાર્યું. પંચ મંગલનું સ્મરણ કરવા લાગ્યા, એટલામાં તે અસુરે અગ્નિ લાવી તેની ઉપર નાંખે, દ્વૈપાયનના અગ્નિની હજારે જવાળામાં લેકે બળવા લાગ્યા, નગર નગરજને, પશુઓ, પંખીઓ, વિગેરે બળીને રાખ થઈ ગયા અને તેને ઢગલે થઈ ગયે, તે રાખના પર્વત તરીકે જગતમાં પ્રસિદ્ધ થયે, આંખે માંથી આંસુ વહાવતા શ્રી કૃષ્ણ બલરામને પ્રભુના કહેલાં વચને કહી સંભળાવ્યા, અને કહ્યું કે જેવી રીતે કુલભંગ, દેશભંગ, આદિ સત્ય થયા તેવી જ રીતે આગળ પણ આપણા લોકોને દુઃખી થવાનું સત્ય જ થશે.”
માટે હે તાત ! આ અગ્નિમાં ઝંપલાવીને આપણે