________________
૨૮૩
જ તને દુઃખી કરનાર તારે ભાઈ કૃષ્ણ છે. અવાજથી કૃષ્ણને ઓળખી જરાકુમાર મૂછિત બન્યો. જ્યારે જરાકુમાર શુદ્ધિમાં આવ્યો ત્યારે રેવા લાગ્યો. શ્રી કૃષ્ણ જરાકુમારને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો, અને કહ્યું કે મારા અહીં આવવાથી પણ જે થવાનું હતું તે થયું છે.
હું માનું છું કે શ્રી જિનવાણી કઈ દિવસ મિથ્યા થતી જ નથી, જરાકુમારે કહ્યું કે શ્રી વસુદેવના પુત્રમાં હું એક જ નીચ પાક્યો છું કે મારા હાથે આટલા મોટા કુલને દ્રોહ થયે છે. મારા પાપથી પૃથ્વી ફાટે તે હું સમાઈ જવા તૈયાર છું; શ્રી કૃષ્ણ આંસુ સારતા કહ્યું કે હે વત્સ! દુઃખી થવાથી કાંઈ જ વળવાનું નથી, ભવિતવ્યતાને કઈ ટાળી શકાયું નથી, મારૂં મૃત્યુ તારા હાથે જ થવાનું હતું. અને થયું છે. તેમાં ઉગ કરીશ નહી. મારા સિવાય બલરામ જીવી શકશે નહી. માટે યદુકુલમાં બીજરૂપે તું એક જ જીવિત છે. યદુવંશની વૃદ્ધિને માટે તું અહીંથી ભાગી જા, નહિતર બલરામ મારા પ્રત્યેના નેહની ખાતર તને મારી નાખશે | તું અહીંથી પાંડવેની પાસે ચાલ્યો જા, તે તને સહાયતા કરશે, મારા સમાચાર તે તેમને આપજે, ઓળખાણને માટે શ્રીકૃષ્ણ કૌસ્તુભમણી કાઢીને જરાકુમારને આપે, મત્યુ વખતે પણ મોટાઓને પોતાના વંશવૃદ્ધિની ચિંતા હોય છે, શ્રીકૃષ્ણના વારંવાર કહેવાથી જરાકુમાર તેમના પગમાંથી બાણને કાઢી તેમના કહ્યા મુજબ ત્યાંથી