________________
'
ર૮૮
દીક્ષિત થયે હતે, આપને દુઃખી જાણ પ્રતિબંધ કરવા માટે આપની પાસે આવ્યો છું, પહેલા આપે પર્વતથી પડેલે રથ વિગેરે જે જોયું હતું. તે બધું મેં જ નિર્માણ કર્યું હતું. આપ મેહ મુક્ત થાવ, શ્રીકૃષ્ણ મરી ગયા છે.
આટલું કહીને સિદ્ધાર્થ દેવે જરાકુમારની બધી હકીકત કહી સંભળાવી, બલરામે તે દેવને ધન્યવાદ આપે, ભાઈને શેકથી નિવૃત્ત થવા માટે હવે હું શું કરું? સિદ્ધાર્થ દેવે કહ્યું કે આ અવસ્થામાં પ્રભુ નેમિનાથની પાસે જઈને સર્વ પાપ નાશક દીક્ષા ગ્રહણ કરવી જોઈ એ, બીજે કઈ જ ઉપાય નથી, શ્રી બલરામે આદરપૂર્વક તે દેવની વાણીને સ્વીકાર કરી, તે દેવની સહાયતાથી સિધુ સંગમ ઉપર શ્રીકૃષ્ણને શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. | શ્રી નેમિનાથ ભગવાને બલરામની વ્રત ગ્રહણ કરવાની ભાવનાને જાણ, ચારણમુનિને તેમની પાસે મોકલાવી ભાગવતી દીક્ષા અપાવી, અને સાધુના આચારનું જ્ઞાન અપાવ્યું. ચારણમુનિના આદેશથી બલરામ તુગિકાદ્રિ શિખર ઉપર ગયા, ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક બનીને રહ્યો, બલરામ મુનિ સ્તર તપ કરવા લાગ્યા, માસક્ષમણના પારણી નિમિત્તે નગરમાં પ્રવેશ કરતી વખતે કુવાના કઠે પૂત્ર સહિત પાણી ભરવા માટે આવેલી એક સ્ત્રીએ તેમને જોયા, બલરામ મુનિના સૌંદર્યને જોઈ આસક્ત ચિત્તવાળી તે સ્ત્રીએ ઘડાને બદલે પૂત્રના કંઠમાં દોરડું બાંધી બાળકને કુવામાં નાખતી તે સ્ત્રીને બલરામે રેકી અને મનમાં નિશ્ચય