________________
સર્ગ પંદરમે બલરામ જ્યારે કમલપત્રમાં પાણી લઈને કૃષ્ણની પાસે આવતા હતા, ત્યારે રસ્તામાં અનેક પ્રકારના અપશુકને થવા લાગ્યા, કૃષ્ણની પાસે આવીને જોયું તે તે. સુતેલા હતા, તેથી બલરામે વિચાર્યું કે થાક લાગવાથી સૂઈ ગયા છે. માટે તેને ઉઠાડવા નથી. ઘણીવાર પછી શ્રી કૃષ્ણને ઉઠાડવાને પ્રયત્ન કર્યો. ત્યાં લેહીથી ભીજાએલા પિતાંબર ઉપર તેમની નજર ગઈ. અને જાણ્યું કે શ્રી કૃષ્ણ ઘણી વખત પહેલાં જ મરી ગયા છે. બલરામ મૂર્શિત થયા, ત્યારબાદ વનમાં વનચરેને ક્ષોભ કરવાવાળે સિંહનાદ કર્યો. અને કહ્યું કે ક્ષત્રિયાધમ કાર્ય કરીને સૂતેલા મારા ભાઈને મારનાર કોણ છે?
આ પ્રમાણે કોધિત બલરામ આમ તેમ જંગલમાં રખડીને શ્રી કૃષ્ણની પાસે પાછા આવ્યા, મડદાંની ઉપર માથું મૂકી કરૂણ સ્વરે આકંદ કરવા લાગ્યા, હે પ્રીતિ. સુધાના સમુદ્ર! હે મારા જીવિતેશ્વર ! હે બધુ! તારા સિવાય મારાથી જીવી શકાય તેમ નથી, તું બેલતે કેમ નથી ? મેં તે બાલ્યકાળથી તારું કાંઈ પણ અનુચિત. કર્યું નથી. તે પછી મૌન ધારણ કરીને શા માટે સુતે. છે? પાછું લાવવામાં વાર લાગવાથી તને ક્રોધ થયે છે. હું તારી માફી માગું છું; અનેક પ્રકારે આલાપ વિલાપ