________________
૨૭૦
ઢઢણ નામની પિતાની પત્નીથી ઉત્પન્ન થયેલા ઢઢણ નામના પુત્રને અનેક રાજ કન્યાઓની સાથે પરણાવ્યા, એક દિવસ પ્રભુ પાસેથી ધર્મ શ્રવણ કરી, વિરકત બનેલા ઢઢણકુમારે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, શ્રી કૃષ્ણ મટે મહત્સવ કર્યો. પ્રભુની સાથે વિહાર કરતા ઢઢણ મુનિ દ્વારિકામાં પધાર્યા, તે વખતે તેમને અંતરાય કર્મોને ઉદય થવાથી તેમને કેઈપણ જગ્યાએથી આહાર મલ્યા નહી. વળી તેમના અશુભેદયથી કરીને લબ્ધિવાળા સાધુઓને પણ આહાર લાભ મળતું નહોતું. સાધુઓએ પૂછયું કે ભગવન્! આપના શિષ્ય અને કૃષ્ણના પુત્ર હોવા છતાં અને ભ્રમણ કરવા છતાં પણ ઢંઢણમુનિને આહાર કેમ મલતે નથી?
ત્યારે પ્રભુએ કહ્યું કે મગધ દેશમાં ધાન્ય આપવાના અધિકારી તરીકે પારાશર નામને બ્રાહ્મણ હતું, મજુર પાસેથી કામ કરાવીને તેમની મજુરી આપતે પણ નહોતે, જેનાથી લેકે બહુ દુઃખી થયા, આ પ્રમાણેની નિર્દયતાથી બાંધેલું કર્મ, કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લીધા બાદ પણ તેને ભીક્ષા મલતી નથી, પ્રભુની વાણી સાંભળી ઢઢણ સાધુએ અભિગ્રહ કર્યો કે બીજાની લબ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલ આહાર મારે લે નહી.
અલાભ નામના પરિષહને સહન કરતા મુનિએ ઘણે વખત વ્યતિત કર્યો, એક દિવસ પ્રભુને વંદન કરી, ઢઢણ મુનિએ દ્વારિકામાં પ્રવેશ કર્યો, તેમને જોઈ શ્રી કૃષ્ણ હાથી