________________
સર્ગ ચૌદમો. અનેક દેશોમાં ભગવાન સૂર્યની સમાન વિહાર કરતા કરતા દેવેથી પરિવરેલા રેવતાક પર્વત પર પધાર્યા, દેવેથી નિયુક્ત લોકોએ આવી શ્રીકૃષ્ણને જિનાગમનની વધામણી આપી, શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને તે વધામણી આપનારાઓને પ્રતિદાન આપ્યું. નગરમાં પડહ વજડા, ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરાવી. શ્રીકૃષ્ણ સ્નાન કરીને દિવ્યાંગ રાગ, વસ્ત્રાલંકારેથી સુસજિજત બની કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદના કરવા માટે રૈવતક પર્વત ઉપર આવ્યા, ત્યાં રમવી ભક્તિ પૂર્વક નેમિનાથ પ્રભુને નમસ્કાર કરી શ્રીકૃષ્ણ વિનયપૂર્વક પ્રભુને પૂછયું – ક્યા કારણથી અથવા કાળવશાત્ આ મહાપુરી દ્વારિકાને, યદુઓને, અને મારે નાશ થશે ?
તે વારે પ્રભુએ કહ્યું કે યમુના દ્વીપથી પારાશર નામે એક તાપસ કેઈ કારણથી શૌર્યપુરની સરહદમાં આવ્યું, તેને કામાંધ બની એક નીચ કુલની કન્યાનું સેવન કર્યું. તે દ્વારા તે કન્યાના ઉદરથી શમી, દમી, બ્રહ્મચારી, દ્વિપાચન નામે પુત્ર થયે, તે તાપસ બની યદુઓના હૃદયસમાન આ વનમાં વાસ કરશે, મન્મત્ત શાસ્નાદિ કુમારોથી મરાશે, તે ક્રોધિત બની યદુકુલ સહિત દ્વારિકાને બાળી નાખશે, અને તારા ભાઈ જરાકુમારથી તારું મૃત્યુ થશે,