________________
૨૭૭
હમારા કુમારેએ આપને હમણાં અસહનીય પીડા પહોંચાડી છે. તેપણ આ તેમના તે અપરાધને ક્ષમા કરશે.
અનેક પ્રકારની વિનતિ કરવા છતાં પણ મુનિના ક્રોધ શાંત ન થયે, દ્વિપાયન ઋષિએ કહ્યું કે તમે એ ભાઈ આ સિવાય સમસ્ત નગરને સળગાવી નાખવાનું મે’ નિયાણું કરેલું છે. માટે હવે આપનું કહેતું બધું વ્યર્થ છે. શ્રીકૃષ્ણે ફરીથી મુનિને વિનતિ કરવા તૈયાર થયા, પરંતુ બલરામે મુનિના મુખાવિંદને ક્રોધાતુર ોઈને વિનતિ કરવાની ‘ના ’ કહી. અને મને ભાઈ એ દ્વારકામાં ચાલ્યા ગયા. નગરમાં આવી તેઓએ ઉદ્યાષણા કરાવી કે દ્વિપાયન મુનિથી થનારા ઉપદ્રવથી ખચવાના માટે લેાકેાએ ધમની આરાધના કરવી, તે વખતે ભગવાન નેમિનાથ ગિરનાર પર્વ ત ઉપર સમેાસર્યાં, શ્રીકૃષ્ણે આવી તેમની ધર્મમય દેશનાનું શ્રવણ કર્યું.
સસારમાં જે કાંઇ છે. તે બધુ દાભની ઉપર રહેલા પાણીની જેમ, સમુદ્રના તરંગાની જેમ અતિ ચચળ છે. એવું જાણવા છતાં શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર ધર્મોપાર્જન કરવામાં લેાકેા કેમ તત્પર નથી થતા ? પ્રભુની દેશનાથી વિરક્ત ખની પ્રદ્યુમ્ન, શાંખ, નિષધ, ઉત્સુક, સારાદિ કુમાર તથા રૂકિમણી, સત્યભામાદિ કૃષ્ણની આઠ મહારાણીઆએ દીક્ષા અંગીકાર કરી, તે સિવાય ઘણા યદુવંશી સ્ત્રીપુરૂષાએ પણ સયમ લઈને પોતાના છત્રનને સફુલ બનાવ્યુ.