________________
ર૬૮ શ્રવણ કરીને શ્રી કૃષ્ણ કહ્યું કે હું પ્રવજ્યા લેવા માટે અસમર્થ છું; તે પણ એક નિયમ કરું છું કે જે કોઈ પ્રવજ્યા ગ્રહણ કરશે તેને રોકીશ નહી. અને અનુમોદન આપીશ, ઉત્સવ કરીશ, અભિગ્રહ લઈને શ્રી કૃષ્ણ -નગરીમાં આવ્યા, નમસ્કાર કરવા આવેલી પિતાની પુત્રીઓને કહ્યું કે તમે રાણી બનવાની ઈચ્છા રાખે છે કે દાસી બનવાની? હે તાત! અમે અવશ્ય રાણી બનીશું. આ પ્રમ ણે બોલનારી પુત્રીઓને શ્રી કૃષ્ણ પ્રભુની પાસે તેમને લઈ જઈ દીક્ષા અપાવી, પરંતુ પિતાની માતાના કહેવાથી કેતુમતી નામની પુત્રીએ દાસી બનવાનું પસંદ કર્યુંશ્રી કૃષ્ણ ઘણા પ્રકારે ભવભ્રમણની વાત સમજાવી, પરંતુ તેણીએ માન્યું જ નહી.
કેતુમંજરીની સાથે વીરકની ઈચ્છા ન હોવા છતાં લગ્ન કરાવ્યાં, વીરકે પણ તેને ઘેર લઈ જઈને રાણીની જેમ મણિ શય્યા ઉપર વિરાજિત કરી, અને સ્વયં દાસની જેમ રહેવા લાગ્યો, એક દિવસ શ્રી કૃષ્ણ વીરકને પૂછ્યું કે કેતુમંજરી ઘરમાં કામ કરે છે કે નહિ? ત્યારે વીરકે કહ્યું કે હે નાથ? હું તે તેને સેવક છું; શ્રી કૃષ્ણ વરકને ખુબ જ ધમકાવીને કહ્યું કે તું તેની પાસે કામ નહી કરાવે તે તને જેલમાં પુરીશ, તે પણ શ્રી કૃષ્ણના આશયને સમજી ગયે. વીરક ઘેર ગયો, કેતુમંજરીને કહ્યું કે ઉઠ, પાણી ગરમ કર, આ તારા બાપનું ઘર નથી.
તેણીએ કોધમાં આવી કહ્યું કે હે વીરક ! તું તારી