________________
હતા, જ્યારે સાધુઓ કહેતા હતા કે આ ઔષધ અમને ખપતું નથી, ત્યારે કહેતે હતું કે હમે તીર્થકરોથી આયુર્વેદ ભણ્યા નથી, આપ લે કે મને કોઈ દિવસ ઔષધ માટે પૂછશે નહી. તે બને નગરમાં જ રહેતા હતા, એકદા શ્રીકૃષ્ણ પ્રભુની પાસે જઈને તેમની ગતિ માટે પૂછયું.
પ્રભુએ કહ્યું કે ધવંતરિ મરીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થશે, ત્યાં તેત્રીસ સાગરપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગવશે, જ્યારે વૈતરણી વૈદ્ય મરીને વિધ્યાચલની અટવીમાં ઘણા વાનરોને અધિપતિ થશે, એક દિવસ પિતાના સમુદાયથી છુટા પડી ગયેલા એક તપસ્વી મુનિને પગમાં વાગવાથી ચાલવામાં અસમર્થ જાણે મનમાં કાંઈક દયાભાવને લાવી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરશે. | મુનિને સામે જોઈ વિઘકનું પણ સ્મરણ કરશે, છલંગ મારી વિધ્યાચલાટવીમાં જઈને વિશલ્યા અને રોહિણી નામની બે લતાઓને લાવશે, દાંતવડે ચાવીને ઘા ઉપર મૂકશે, જ્યારે બીજીથી ઘાને રૂઝાવશે, અને આંસુથી જમીન ઉપર લખીને બતાવશે કે હું દ્વારિકામાં વિતરણું વૈદ્ય હતા, આર્તધ્યાનથી મરીને વાનર થયે છું. મુનિ તેને સમતા ધર્મને ઉપદેશ આપશે, તે મરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થશે, આ પ્રમાણે સામ્ય મહાભ્યને સાંભળી પ્રભુની સ્તુતિ કરી, વંદન કરીને પિતાના નગરમાં આવ્યા, પ્રભુ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. . એક સમય વર્ષાઋતુમાં દ્વારિકામાં આવીને પ્રભુ રહ્યા,