________________
બહાર રોકાયા, પોતાના સારથિ દારૂકને દૂત બનાવી શ્રીકૃષ્ણ પદ્મનાભની પાસે મેકલાવે.
તેણે ત્યાં જઈ રાજાના પાદપીઠ ઉપર પોતાના પગને મૂકી, ભ્રકુટી ચઢાવી ભાલાથી લેખને સમર્પિત કર્યો, અને કહ્યું કે ભરતક્ષેત્રના હસ્તિનાપુરથી શ્રી વાસુદેવના ભાઈએ પાડની પત્ની શ્રીમતિ દ્રૌપદીનું દેવની સહાયતાથી અપહરણ કરાવ્યું છે. તેણીને આપ જલદીથી પાછી સમર્પણ કરે, કેમકે જેઓને અહીં આવવા માટે રત્નાકરે માર્ગ આપે છે. એવા શ્રીકૃષ્ણ પાંડ સહિત દ્રૌપદીને લેવા માટે પધાર્યા છે. તમને રાજ્ય અને જીવન જીવવાની ઈચ્છા હોય તે જલ્દીથી દ્રૌપદીને સુપ્રત કરે, તમે કુલવ્રત, ક્ષત્રિવટ, શિવતને, એક સાથે જ ખતમ કરી નાખ્યા છે, પદ્મનાભે કહ્યું કે પક્ષીની જેમ સમુદ્ર પાર કરીને અહીં આ આવવામાં તારા સ્વામિની વીરતા નથી. | મારા સૈન્ય સાગરમાં પાંડ સહિત તારા સ્વામિ પાણીમાં જેમ સાકર ઓગળી જાય તેમ ઓગળી જવાના છે. તું તારા સ્વામિને જઈને કહેજે કે જે તમે તમારું ભલું ઈચ્છતા હે તે જોવા આવ્યા છે તેવા તમે પાછા જાવ, અથવા મરવાની ઈચ્છા હોય તે યુદ્ધ કરવા આવવું હોય ત્યારે આવજે, તે આવી શ્રી કૃષ્ણને વૃત્તાંત કહી બતાવ્ય, પદ્મનાભ પણ સેનાઓને તૈયાર કરી યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા
અસંખ્ય હાથી ઘેડા યુક્ત પ્રચંડ સૈન્ય સહિત.