________________
૨૩૪ શંકરજીએ “બાણને કહ્યું કે સ્ત્રી કાર્ય સિવાય બીજા બધાં જ કાર્યમાં તે અપરાજિત રહી શકીશ.
પણ સ્ત્રી કાર્યમાં તું પરાજિત બનીશ, આપની મહેરબાની, એમ કહીને “બાણ પણ હર્ષિત થયે, મૂર્ખ અને લેબી માણસ પિતાના હિતાહિતને વિચાર કરતો નથી, સ્ત્રી શિરરત્ન “ઉષા ની યાચના ઘણા ખેચરેન્દ્રો તથા નરેન્દ્રોએ કરી, પરંતુ “બાણે” કઈને પસંદ કર્યા નહિ, ઉષાએ પ્રસન્ન થઈને પિતાની સખી વિદ્યાધરીને મેકલી અનિરૂદ્ધને દ્વારિકાથી લાવ્યા, અનિરૂદ્ધ “ઉષા ને કુમારી જાણે સ્પર્શ પણ ન કર્યો, તેના ભાવને જાણીને તેની સખી ચન્દ્રલેખાએ ઉષાની સાથે અનિરૂદ્ધના ગાન્ધર્વ
લગ્ન કર્યા.
અનિરૂદ્ધ ઉષાને લઈને દ્વારિકા આવ્યા, કઈ પણ માણસ ઉષા હરણની અથવા ઉષાની ચોરી કરી છે તેવું આળ ન મૂકે માટે” અનિરૂધે આકાશમાંથી મોટા સ્વર વડે ઘેષણા કરી, તે સાંભળી “બાણ સૈન્ય સહિત ક્રોધથી દેડ્યો, ઉષાના મૂખથી તત્કાલ વિદ્યાઓને શીખી સમર્થ
એવા અનિરૂદ્ધે “બાણ”ની સામે યુદ્ધ કર્યું. પરંતુ ખેચરેન્દ્ર અનિરૂદ્ધને નાગપાશથી બાં, પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી ત્યાંના સમાચારના શ્રી કૃષ્ણને ખબર પડ્યા, પ્રદ્યુમ્ન અને શબકુમારને સાથે લઈ શ્રી કૃષ્ણવાસુદેવ આવ્યા, ગરૂડાસ્ત્રથી નાગપાશને કાપી નાખે, શંકરના વરદાનથી, વિદ્યાના બલથી, ભૂજાના બળથી, મેદોન્મત્ત બનેલા “બાણે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે હે નીચ! તને ખબર નથી કે