________________
- ૨૫૨
કહેવાથી શું? મારા પ્રાણ પણ મારા પ્રિયતમનું જ અનુકરણ કરશે. હે દૈવ! જે તે મારા ભાગ્યમાં નેમિકુમારને મારા પતિ બનાવ્યા નહી તે પછી અહીં સુધી તેઓને લાવ્યું શા માટે ? હે ભાગ્ય! તારી વકતા તે જગતમાં પ્રખ્યાત છે. હે નેમિ પ્રભુ! મારી સાથે આપને લગ્ન નહતા કરવા તો પછી વિવાહ કરવા માટે “હા” શા માટે કીધી ! આમ મારા ઘેર આવ્યા જ શા માટે ? જે. આવ્યા તે પછી પાછા શા માટે ગયા? પશુઓને આપે શા માટે છોડાવ્યા?
જે પશુઓને કરૂણથી આપ છોડાવે છે તે પછી હું અબળા કરૂણાભાજન નથી? જરૂર હું કરૂણારૂપ છું ? જે આપને સ્ત્રી હત્યાના પાપને ભય ન હોય તે મારા હૃદયમાં વિદ્યમાન એવા આપ આપનું રક્ષણ કરે, મને કલંકથી બચાવે. રાગવતી સંધ્યાને સૂર્ય જેમ છેડી દે છે એવી રીતે અનુરાગવાળી મને છેડી સ્ત્રીઓમાંથી ચંચળતાને દૂર કરી, તમે પોતે જ મને ગ્રહણ કરી છે.
હું અનુમાન કરૂં છું કે પૂર્વ ભવમાં આપે મારા સિવાય કીડાઓ કરી નથી. ભેજન પણ કર્યું નથી, સુતા પણ નથી, અને તપ પણ નથી કર્યું. પરંતુ હમણું આપ, વાથી પણ અધિક કઠેર અને પવનથી પણ અધિક નિષ્ફર બની ગયા છે, એટલે લાગે છે કે પૂર્વ કને ક્ષય થઈ ગ છે. સખીઓએ કહ્યું કે દેવી ! આપ તેમનું નામ પણ ન લેશે, કેમકે નિર્બળ હોવાથી વ્રત લેવાની ઈચ્છા