________________
થતી દિવસે પસાર કરવા લાગી, એટલામાં દેવકીજીને પ્રણામ કરવા માટે શ્રી કૃષ્ણ પધાર્યા, માતાને દુઃખી જોઈ કારણ પુછયું ત્યારે દેવકીજીએ કહ્યું કે તારું પાલન “નન્દ” ના ઘેર થયું. તારા “છ” મેટાભાઈ એનું પાલન “નાગ” ને ત્યાં થયું, હું અભાગિણી છું કે સાત સાત સંતાને હોવા છતાં હું કોઈનું બાળપણમાં પાલન કરી શકી નથી.
જગતની સ્ત્રીઓમાં હું નિદિત થઈને દિવસે પસાર કરું છું. માટે હે વત્સ મને એક પુત્રની ખાસ ઈચ્છા છે. શ્રી કૃષ્ણ પૂત્રના માટે માતાને આશ્વાસન આપ્યું, ઘેર જઈને શ્રી કૃષ્ણ અક્રમ તપ કરીને. નિગમેષિ દેવની આરાધના કરી, ખુશ થયેલા દેવે કહ્યું કે આપની માતાને પૂત્ર થશે, પણ યૌવનાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરશે.
કોઈ દેવ દેવલોકમાંથી ઍવીને દેવકીજીની કુક્ષિમાં ઉત્પન્ન થયે, દેવકીજીએ સ્વપ્નમાં હાથીને જે, પૂર્ણ સમયે પૂત્ર રત્નને જન્મ આપ્યો, પૂત્રનું નામ “ગજસુકુમાર રાખ્યું. દેવકીજીએ દેવ તુલ્ય તેનું પાલન કર્યું. ભાઈઓ તથા માતાને અત્યંત પ્રીતિપાત્ર એવા “ગજસુકુમાર યૌવનાવસ્થામાં આવી ગયા, દુમરાજની પુત્રી પ્રભાવતીની સાથે તથા સોમશર્માની ક્ષત્રિકા નામની સ્ત્રીની કુક્ષીએ ઉત્પન્ન થયેલી “મા” નામની પુત્રીની સાથે ગજસુકુમારના લગ્ન થયા, એક દિવસ પ્રભુ નેમિનાથના સમવસરણમાં ધર્મદેશના સાંભળી પિતાની બન્ને પત્નીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. તે સમાચાર સાંભળી સમસ્ત