________________
૨૬૧
હાથ જોડીને મૃદુવાણી વડે દેવકીજીએ પૂછયું કે હે મહામુનિ ! શું આપ બને દિશા ભૂલી ગયા છે? અથવા મારે મતિભ્રમ છે? શું આ નગરમાં મુનિઓને આહાર મલતો નથી?
ત્યારે અને સાધુઓએ કહ્યું કે હે શ્રાવિકા ! અને કે તમને કોઈને પણ દિશાભ્રમ થયેલ નથી, તેમજ બીજે કઈ પણ ભ્રમ નથી, અમે છ સહેદર ભાઈએ દીક્ષિતાવસ્થામાં છીએ, અને બે-બેની જેડીમાં અહી આવ્યા છીએ, શ્રી દેવકીજીએ વિચાર્યું કે કૃષ્ણના જેવા આ પણ મારા પૂત્રે તે ન હોયકારણ કે અતિમુક્ત મુનિએ કહ્યું હતું કે તારે બધા જ પુત્ર જીવિત છે. શરીરની ચેષ્ટાઓથી ઓળખતી પણ હૃદયથી નિર્ણય કરવાને માટે બીજા દિવસે જઈને તેણીએ પ્રભુને પૂછયું.
તે વારે પ્રભુએ કહ્યું કે છએ તમારા જ પૂગે છે. ફરીથી તેમને જીવન વૃત્તાંત દેવકીજીને કહી બતાવ્યો, દેવકીજીએ છ જણને નમસ્કાર કર્યો, તે વારે દેવકીજીએ કહ્યું કે મને દુઃખ થાય છે કે મારા એક પણ પૂત્રનું હું બાલ્યાવસ્થામાં પાલન કરી શકી નથી. પ્રભુએ કહ્યું કે દેવકીજી ! તમે પૂર્વભવમાં તમારી શક્યના સાત રત્નની ચેરી કરી હતી, તેણુના ખુબ રૂદનથી તમે એકજ પાછું આપ્યું. તે બાંધેલા કર્મોનું ફળ તમોએ ભેગવ્યું છે. તમે વિષાદ શા માટે કરે છે? દેવકીજી પોતાના પૂર્વ કર્મની નિન્દા કરતા ઘેર ગયા, પુત્ર જન્મની આકાંક્ષામાં ખિન્ન