________________
૨૫૯
ચસ્ત્રીઓએ શ્રાવિકા ધર્મને સ્વીકાર કર્યો, આ પ્રમાણે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પ્રથમ પોરસીમાં પ્રભુએ દેશના આપી, બીજી પોરસીમાં વરદત્ત ગણધરે દેશના આપી, ત્યારબાદ ઈન્દ્ર તથા કૃષ્ણાદિ રાજાએ પ્રભુને વંદન કરી પોતપોતાના સ્થાને ગયા, પ્રભુના શાસન રક્ષક તરીકે ગોમેધ નામે યક્ષ, શાસન રક્ષિકા તરીકે અંબિકા ઉત્પન્ન થયા, દેવતાઓ સહિત તે બને તથા ચેત્રિશ અતિશયથી સમૃદ્ધ પ્રભુ ત્યાં જ વર્ષીકાલ તથા શરદઋતુ વિતાવીને ભદ્રિલપુર પધાર્યા.
| ઇતિ અમમસ્વામી' ચરિત્રને
બારમો સર્ગ સમાપ્ત છે