________________
૨૫૮ જઈને પ્રદક્ષિણા દઈને શ્રીકૃષ્ણ ભાવસ્તવથી નેમિનાથની વંદના કરી, પ્રભુએ સર્વ ભાષામય દેશના આપી, દેશના સાંભળીને વરદત્ત રાજાએ સંસારથી વિરકત બની સર્વ ભાવથી ધરૂઢ હવાની ઈચ્છા કરી.
શ્રીકૃષ્ણ પ્રાંજલી બની પ્રભુને પૂછયું કે રામતીને આપના પ્રત્યે અત્યંત અનુરાગ હોવાનું કારણ શું? પ્રભુએ ધન, ધનવતીના ભવથી લઈને આઠે ભવ સુધીના સંબંધો બતાવ્યા, પ્રાણી ઉત્તમ કે અધમ તેના પોતાના કર્મથી જ બને છે તે કર્મોનો ક્ષય થવાથી હું રાજીમતીથી મુક્ત થશે છું; અત્યંત વેરાગ્ય ઉત્પન્ન થવાથી વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સહિત પ્રવજ્યા ગ્રહણ કરી, ધનદેવ અને ધનદત્ત જે પૂર્વભવમાં ભાઈ એ હતા, અપરાજિતના ભાવમાં જે વિમલબેધ મંત્રી હતા તે ત્રણે જણ પ્રભુની સાથે ભવભ્રમણ કરીને રાજા બન્યા હતા, પ્રસંગેપાત પ્રભુને વૃત્તાંત સાંભળી તે ત્રણે જણા પ્રભુની પાસે આવ્યા, તેઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, તે ત્રણે જણ સહિત વરદત્તાદિ અગીયાર ગણધરેની રચના કરી, દેવતાઓએ ઉત્સવ કર્યો, અનેક રાજકુમારિકાઓ સહિત યક્ષિણી રાજપૂત્રીને પ્રભુએ દીક્ષા આપી, સાધ્વી સમુદાયમાં તેણીને મહત્તરા પદે સ્થાપિત કરી, દશાઓં, ઉગ્રસેન સહિત પ્રદ્યુમ્નાદિની સાથે બલરામે શ્રાદ્ધ ધર્મને સ્વીકાર કર્યો, શ્રીકૃષણે સમ્યક્ત્વને ગ્રહણ કર્યું.
શિવાદેવી, દેવકી, રહિણી, રુકિમણી સહિત અન્ય