________________
- ૨૫૬ પિતાના સ્થાને ગયા, તે દિવસ પ્રભુ ત્યાં રહીને બીજે દિવસે વજમાં ગયા, વરદત્ત બ્રાહ્મણના ઘેર પાયસ (દૂધ)નું પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયા, બ્રાહ્મણે રત્નપીઠ બનાવી પ્રભુના ચરણોની સ્થાપના કરી, મુકિતની અભિલાષાથી તે નિત્ય પૂજા કરવા લાગે, ભગવાન અપ્રતિબદ્ધ ચિત્તથી વાયુની સમાન જગતમાં વિચારવા લાગ્યા.
ત્યારબાદ પ્રભુના નાનાભાઈ રથનેમિ દરરોજ રાજી મતીને ત્યાં જવા લાગ્યા, તેના સ્તનને જોઈ રથનેમિના મનમાં લેભ થ, દરરોજ રથનેમિ રામતીના માટે અવનવી વસ્તુઓ ભેટ આપવા માટે લઈ જવા લાગ્યા, રથનેમિના આંતરભાવને નહિ જાણતી રામતી નવીન વસ્તુઓને નિષેધ કરતી નહોતી, રાજીમતી એમજ માનવા લાગી કે પોતાના મોટાભાઈના નેહથી જ અહીં આવે છે. એક દિવસ એકાન્તમાં રથનેમિએ રામતી પાસે લગ્ન કરવાની વાત મૂકી, કહ્યું કે નેમિકુમાર ભૂખ હતા, તારે તેમના ઉપર પ્રેમ હોવા છતાં પણ તેમણે તારે ત્યાગ કર્યો.
તે તેમની પાસે અનેક વખત પ્રાર્થના કરી છતાં નિરસ નેમિકુમારે તારા ઉપર પ્રેમ ન બતાબે, હું તે તને નમસ્કાર પૂર્વક હાથ જોડીને તારી પાસે પ્રાર્થના કરું છું; રજીમતીએ રથનેમિને ખૂબ જ સમજાવ્યા, પરંતુ જ્યારે તે સમજ્યા નહી ત્યારે એક દિવસ રામતીએ દૂધ પીને ઉલટી કરીને કહ્યું કે આપ આ દૂધને પી જાવ, ત્યારે રથનેમિકુમારે કહ્યું કે હું કુતરે નથી, રાજીમતીએ.