________________
-
૨૫૦
માટે કરાવે છે? તે વારે નેમિકુમારે કહ્યું કે આપ લેકે વગર વિચારે મારી નિન્દા શા માટે કરે છે, કઈ દિવસ પૂત્ર આપવાવાળે હોતે જ નથી.
કારણ કે શાસ્ત્રમાં તે પૂત્રને સર્વથી માટે અને મહાન શત્રુ માનવામાં આવેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્પન્ન થતાની સાથે જ સ્ત્રી સંબંધી સુખથી વંચિત કરે છે. ધનને ગ્રહણ કરે છે. પ્રવાસ કરતી વખતે પ્રાણને હરે છે. માટે પૂત્ર સમાન કે ઈ મેટે શત્રુ નથી, અથવા તે પણ આપને જોઈએ છે તે મહાનેમિ આદિ પૂત્રથી આપ સર્વેએ આનંદ માનવે જોઈએ, હું તે સંયમ લક્ષ્મીથી આપને આનંદ આપવાવાળો છું; નેમિકુમારની વાત સાંભળી અન્ય યાદવેની સાથે માતા પિતા મૂચ્છિત બનીને પૃથ્વી ઉપર ઢળી પડયા.
શ્રી કૃષ્ણ ચંદનાદિ શીતે પચારથી તેઓને આશ્વાસન આપ્યું. શ્રી કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે ભાઈ! જે પ્રમાણે આપે ગરીબ પ્રાણીઓ ઉપર દયા બતાવી તેવી રીતે અત્યંત દુઃખી એવા માતા પિતા ઉપર કૃપા કેમ નથી કરતા, મદનરૂપી વાઘથી વધ થયેલી રાજીમતી રૂપ મૃગલીની ઉપેક્ષા કરીને પશુઓની ઉપર દયા બતાવવાથી આપની દયા કુરતાથી ભરેલી છે. મારાથી અથવા બલરામથી કદાચ આપને વૈરાગ્યનું કારણ મલ્યું હોય તે આપ આ રાજ્યને સ્વીકાર કરીને એમને ક્ષમા આપે, હું આપનો સેવક બનીને રહીશ.