________________
- ૨૪૮
હતા, આ પ્રમાણે શૃંગારથી સજજ બનેલા નેમિકુમારના મસ્તક ઉપર સફેદ છત્ર તથા બને તરફ ચામરે વિંઝાતા હતા, સફેદ ઘેડાથી યુક્ત રથ ઉપર બેસીને શ્રી નેમિકુમાર પરણવા ચાલ્યા, વાજિંત્રેના નાદથી આકાશ પણ ગુંજી ઉઠયું.
મોટી અને કિંમતી પાલખીએામાં બેસીને આગળ ચાલતી યદુઓની સ્ત્રીઓ મંગલ ગીત ગાતી હતી, બંને બાજુ રાજાઓની આગળ રાજકુમારે ચાલતા હતા, પાછળ દશાહ, શ્રીકૃષ્ણ, બલરામાદિ યદુગણેથી પરિવરિત શ્રી નેમિકુમાર પરણવા ચાલ્યા, આ પ્રમાણે નેમિકુમાર ઉગ્રસેનના મહેલથી થોડે દૂર હતા, તે વખતે વરસાદની ગજે. નાથી આનંદને પ્રાપ્ત કરતી મેરલીની જેમ વાજીત્રાના નાદ સાંભળી રામતીને તેની સખીઓ ઝરૂખામાં લઈ આવી.
જેવી રીતે દેવાંગનાઓ વિમાનને શેભાવે છે તેવી રીતે નગરની સ્ત્રીઓ નેમિકુમારના લાવણ્યામૃતને જેવા માટે બારીઓ પાસે આવીને શોભાવતી હતી, વિવાહને માટે આવતા નેમિકુમારને જોઈ રાજીમતી વિચારવા લાગી કે આવા સુંદર વરની સાથે મારા લગ્ન થશે, તે પણ મારા ભાગ્યની વૃદ્ધિ છે. જમણું અંગ અને નેત્ર ફરકવાથી મનમાં તથા શરીરમાં ચિન્તા થવા લાગી, કે “શ્રી નેમિકુમારની સાથે લગ્ન થવા દુર્લભ છે. ”
આવે મનમાં નિશ્ચય કરીને રાજીમતી રેવા લાગી, સખિઓએ રાજીમતીને કહ્યું કે હે દેવી ! આનંદના વખતે