________________
૨૪૬
ઉગ્રસેન રાજાએ ઉઠીને આદરમાન આપી શ્રી કૃષ્ણ તથા બલરામને સત્કાર કર્યો, આસન ઉપર બેસાડી ઉગ્રસેન રાજા હાથ જોડીને તેમની વાત સાંભળવા સામા ઉભા રહ્યા, શ્રી કૃષ્ણ વાસુદેવે નેમિકુમારને માટે રાજીમતીની માંગણી કરી, તમારે તમારી વસ્તુને માટે માંગણી શા માટે કરવાની હોય? આ પ્રમાણે કહીને ઉગ્રસેન રાજાએ શ્રી કૃષ્ણની વાત મજુર કરી. તેઓને સત્કાર કરી, ઉગ્રસેન રાજાએ વિદાયગિરિ આપી.
સમુદ્રવિજય રાજા પાસે બલરામ તથા શ્રી કૃષ્ણ આવીને હર્ષપૂર્વક નેમિકુમારના વિવાહની વાત કરી, તેઓએ પ્રસન્ન થઈને કહ્યું કે હે વત્સ ! પિતા, પિતૃન્ય, તથા ભાઈઓની તરફ તારા જેવા બીજા કેઈને પ્રેમ નથી, સમુદ્રવિજય તથા કૃણે સેવકને મેકલાવી નિમિત્તક કૌટુકીને બોલાવી કહ્યું કે હમણાં દક્ષિણાયન હોવાથી લગ્ન થાય નહી. પણ શ્રી નેમિકુમારના લગ્નને માટે નજીકમાં નજીક આવતા શુભ દિવસને આપ બતાવે, તે તે વિવાહની વાતને સ્વીકાર કરેત જ નહોતે, પણ શ્રી કૃષ્ણની પ્રેરણાથી આ જ તેઓએ કઈ પણ પ્રકારે વિવાહની વાતને સ્વીકાર કર્યો છે. કૌટુકીએ શ્રાવણ સુદ છઠને દિવસ બતાવ્યું.
ઉગ્રસેન તથા સમુદ્રવિજય શ્રીનેમિકુમારના લગ્ન કાર્યમાં રત બન્યા, શૃંગારધારી તેરણથી સુશોભિત રત્નમંડપ બનાવવામાં આવ્યું, દરેક ઘર ઉપર મકરધ્વજ તથા કાંકિણી નાદથી સમસ્ત દ્વારિકા નગરી નૃત્યાંગનાની જેમ ભવા