________________
૨૪૫
તે આપે પણ કુલાચારનું પાલન કરીને જ જિનાચારનું પાલન કરવું જોઈએ, ત્યાર બાદ શ્રી કૃષ્ણની બધી સ્ત્રીઓએ નેમિકુમારના પગ પકડીને લગ્ન કરવાને અત્યંત આગ્રહ કર્યો.
અત્યંત ઉત્કંઠિત શ્રી કૃષ્ણ યાદવોની સાથે આવી પ્રિયવચનોથી તેમનો હાથ પકડીને વિવાહને માટે શ્રી નેમિકુમારને પ્રાથના કરી, ઘણા દિવસની માતા પિતાની ઈચ્છાને પૂર્ણ કરે, અને લતાની જેમ મારી રાજ્યલક્ષ્મીને ફળવાળી બનાવે, બધા ભાઈઓ તથા તેમની સ્ત્રીઓ આગ્રહ કરી રહી છે. ત્યારે તેમની વાતને નિષેધ કરવાથી મારી જડતા જાહેર થશે, અત્યારે તે ફક્ત વિવાહની વાત છે ને? માટે વાણીથી તેમની વાતને માનવી અત્યંત આવશ્યક છે.
પછીથી કોઈ પણ બહાનું કાઢીને લગ્નની વાતને તિરસ્કાર કરી શકાશે, એમ માનીને વિવાહની વાતને સ્વીકાર કર્યો, વિવાહની વધામણું આપનાર સેવકને સમુદ્રવિજય તથા શિવાદેવીએ પોતે પહેરેલા તમામ અલંકારે ઉતારીને આપી દીધા, પ્રિયા સહિત અત્યંત આનંદમાં આવી શ્રી પ્રભુના લુંછણ લીધાં, વરસાદ આવવાથી બધા જ દ્વારિકામાં પાછા આવી ગયા. | શ્રી નેમિકુમારના માટે કન્યાની શોધ કરવા લાગ્યા, તે વારે શ્રી કૃષ્ણને સત્યભામાએ કહ્યું કે મારીબેન રાજમતી - સર્વથા તેમના માટે એગ્ય છે, શ્રી કૃષ્ણ સત્યભામાની વાતને માન્ય કરી, તેઓ બલરામની સાથે ઉગ્રસેનને ત્યાં આવ્યા.