________________
-
૨૪૪
હતી. વરસાદની ધારાઓથી સિંચાઈને કદમ્બવૃક્ષ પ્રકુલ્લિત થાય છે તેવી રીતે કમલિનીઓએ પાણીના સિંચનથી શ્રી નેમિકુમારના હૃદયને પ્રફુલ્લિત કરવા પ્રયાસ કર્યો, પણ શ્રી નેમિકુમાર પહાડ સમાન કઠીણ રહ્યા, કારણ કે તેમનું હદય તે કમલિનીએ ભેદી ન શકી, એટલું જ નહીં પણ તેમના એક રૂવાટાને પણ કાળ સ્પર્શી શક્યો નહી.
શ્રી કૃષ્ણના પ્રેમની ખાતર તે બધી સ્ત્રીઓને જલક્રીડા. એમાં ખુબ જ રમાડી, આ પ્રમાણે તેમની કીડાઓથી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ ઘણે વખત જલકીડા કરીને બહાર કિનારે પિતાના પત્નીની તથા અન્ય સ્ત્રીઓની સાથે આવી ગયા, શ્રી નેમિનાથ શ્રી કૃષ્ણની વલ્લભાઓની સાથે તાલીવનમાં પધાર્યા, રજતમય સિંહાસન ઉપર બેસાડીને રૂકિમણીએ પિતાના ઉત્તર વસ્ત્રથી શરીરને લુછયું. અને મધુરવાણીથી કહ્યું કે શરીરની શોભામાં તથા બળમાં આપે આપના ભાઈને જીતી લીધા છે. તે પછી અનેક સ્ત્રીઓની સાથે લગ્ન કરીને તમે તેમના અન્તઃપુરને પણ શા માટે જીતી લેતા નથી.
આપના આ સુંદર રૂપ અને યૌવનને સ્ત્રીને હાથ ગ્રહણ કર્યા સિવાય જંગલમાં ઉત્પન્ન થયેલ રત્નની જેમ વ્યર્થ કેમ ફેંકી દેવા તૈયાર થયા છે? પહેલાં પણ સર્વે જિનેશ્વરે સ્ત્રીવાળા અને બધાનું રક્ષણ કરવાવાળા હતા, આપ તે બને બાજુથી પરાજિત થયેલાની જેમ મુગ્ધ બનીને જોયા જ કરે છે, આપના જ કુલમાં મુનિસુવ્રત સ્વામિએ ભોગોને ઉપભેગ કરીને, વ્રત ગ્રહણ કરેલ હતું.