________________
-
૨૪૨
પરંતુ પ્રભુને નિર્વિકાર જોઈને તેણે લજજાળું બની ગઈ કેઈક સ્ત્રીએ નેમિકુમારને પિતાની પાસે રાખી પિતાના શેકને દૂર કર્યો, કેઈક સ્ત્રીએ બકુલના પુપને પિતાના મુખથી ચુંબન કરી, પ્રભુ નેમિનાથને કામદેવની દુર્જયતા બતાવી, કઈક સ્ત્રીએ પિતાની વિદ્યાના બળવડે અશોક વૃક્ષને લાત મારી પુષ્પિત બનાવ્યું. કેઈએ વળી વિદ્યા બળે કટાક્ષ કરી તિલક અને પિતાના નેત્રના કટાક્ષેથી વૃક્ષને પુપાચ્છાદિત બનાવ્યું.
વળી પ્રભુને સંકેતથી જણાવ્યું કે વૃક્ષે પણ સ્ત્રીના કટાક્ષથી નવપલ્લવિત બને છે અને સ્ત્રીઓના કટાક્ષને ઈચ્છે છે. શ્રી નેમિકુમારના કામને ઉત્તેજિત કરવા માટે કઈક સ્ત્રીએ ગીત દ્વારા પત્થરને પીગળા, ગુલા ઉપર બેસીને કેઈક સ્ત્રી એવી રીતે ઝુલતી કે જેથી નેમિકુમારના શરીરને કમ્પાવતી હતી, ઉપવનમાં આવેલી તમામ સ્ત્રીઓ જુદા જુદા પ્રકારે શ્રી નેમિકુમારને ક્ષેભ પમાડવા માટે કીડાઓ કરવા લાગી પણ તળાવમાં રહેલા કમળપત્રની જેમ પ્રભુ નિર્લિપ્ત હતા.
શ્રીકૃષ્ણ પિતાની સ્ત્રીઓને નિષ્ફલ થયેલી જોઈને અત્યંત દુઃખી થયા, પિતાનાથી ચુંટાયેલા પુપિની માળા ગુથી શ્રીકૃષ્ણ નેમિકુમારના ગળામાં નાખી, વળી પ્રભુને પુપિવડે આખા અંગે વિભુષિત કરવા માટે અને સ્ત્રીઓના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવા માટે પિતાની સત્યભામાદિ આઠ પટ્ટરાણીઓને શ્રીકૃષ્ણ આજ્ઞા આપી.