________________
૨૪૩
ભમરાઓને ગુજારવ કરતા જોયા,આકાશમાં વિહરતી દેવીએની જેમ ઝુલા ઉપર બેઠેલી સ્ત્રીઓ દેખાતી હતી, કમલાક્ષીએના સ’ગીતના અધ્યયનની જેમ પશુઓના અવાજો સંભળાતા હતા, ઉપવનમાં પંચમ રાગમય આલાપના સૉંગમ થયા હતા.
ઘેાડાક લેાકેા વિણા વગાડતા હતા, તે કાઈક નાચતા હતા, થોડાક લેાકેા મદિરાપાન કરીને મસ્ત બની નાચતા હતા, કઇક માણસા ઝુલા ઉપર બેસીને ઝુલતા હતા, શ્રી કૃષ્ણે અંતઃપુરની સ્ત્રીઓને પુષ્પગુચ્છ તૈયાર કરવાની આજ્ઞા આપીને કહ્યું કે શ્રી નેમિકુમારના ચિત્તમાં કોઈપણ પ્રકારે કામભાવ ઉત્પન્ન કરે, વસતઋતુએ પણ કામદેવને પાંચ માણે આપેલા જ હોય છે. માટે શ્રી કૃષ્ણની રાણીઓએ પોતાની તમામ શક્તિઓના ઉપયાગ કર્યાં, જાણે કે સ્વર્ગથી દેવાંગનાએ આવેલી ન હાય ! તેવી રીતે શ્રીકૃષ્ણની સ્ત્રીઓ પુષ્પાને લેતી જાય અને શ્રી નેમિકુમારની અનેક પ્રકારની મશ્કરીએ કરતી જતી હતી.
કેઈએ . નેમિકુમારમાં રાગને ઉત્પન્ન કરવા માટે ઔષધીરૂપ આંખાની મજરીએ આપી. કાઇ એ કામદેવની સુવર્ણ શંખલા સમાન ચપાના પુષ્પોની માળા ગુંથીને પહેરાવી, પરંતુ શ્રી નેમિકુમાર બીજી વસન્ત ઋતુની જેમ શુદ્ધ હૃદયરૂપ પુષ્પાના આભુષણેાને ગ્રહુણ કરી શે।ભતા હતા, કાઈ વૃદ્ધાએ તેમની ઉપર પુષ્પના ગુચ્છ નાંખી ચુંબન કર્યુ.
-૧૬