________________
૨૪૩ સત્યભામાએ હાથને ઉચો કરી નેમિકુમારના મસ્તક ઊપર પુષ્પગુચ્છ મૂક્યો. મલ્લિ પુપિવડે રુકિમણીએ નેમિકુમારને કેશગુંથન કર્યું. પિતાની નાડીના બંધને ઢીલી કરી જાંબુવતીએ તેમના મસ્તક ઉપર સુવર્ણ કમલની રચના પુવડે કરી, લમણાએ પ્રભુના મુખને ચુંબન કરી આકાશના જેવા વિશાળ ભાલપ્રદેશમાં ચન્દ્રોજજવલ તિલક બનાવ્યું. સુસિમાએ તેમને રાગાંધ બનાવવા માટે કાનમાં પુષ્પના કુંડલે પહેરાવ્યા.
ગૌરીએ તેમના કપિલ સ્થાન ઉપર જાણે કે મકર દવજનું રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય તેમ મકર પત્રની રચના કરી, પદ્માવતીએ શ્રી નેમિકુમારને ગળામાં સુવર્ણ કમળની રચનાને હાર પહેરાવ્યો, ગાન્ધારીએ અત્યંત હર્ષથી પ્રભુના બન્ને હાથમાં પુષ્પરચિત વલયે પહેરાવ્યા, આ પ્રમાણે નેમિકુમાર પોતાની ભાભીઓ દ્વારા થયેલા વિ. લાસોથી પણ વિચલિત થયા નહી. કેમકે તેમનું ચિત્ત વાથી પણ અધિક કઠેર હતું. વળી તેઓ સવભાવથી જ શાંત હતા, શ્રીકૃષ્ણના આદેશથી બીજી સ્ત્રીઓને શ્રીનેમિકુમારના ચિત્તને કામાંધ બનાવવાનો ઘણે પ્રયત્ન કર્યો, તે વખતે સૂર્યે પણ પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો. બીજે દિવસે પણ તે સ્ત્રીઓએ અનેક પ્રકારની ક્રીડાઓ કરી.
જલક્રીડામાં કઈ રમણએ પ્રભુને કહ્યું કે આપ આપના હાથથી આ સુવર્ણ કલશને પકડી લતાની જેમ મારા ઉપર નાખે, તેણીની ઈચ્છા પ્રભુના શરીરના સ્પર્શની