________________
સગ આરમે.
ત્યારબાદ અન્તઃપુરની સુંદર સ્ત્રીઓની સાથે ઉદ્યાનામાં, સરાવરામાં, પિરવાર સહિત રમણીય સ્થાનામાં, રામ, કૃષ્ણુ અને તેમના પુત્રા તથા પૈાત્રાને વિલાસ કરતા જોઈ શ્રી સમુદ્રવિજય રાજા તથા શિવાદેવીએ પ્રેમાતુર બની કામળ વચનેાથી શ્રી નેમિનાથને કહ્યુ` કે હે વત્સ ! પૂર્ણ ચન્દ્રની સમાન કલાએથી સંપૂર્ણ તને જોઈ અમારા અંતરમાં આનંદ થાય છે. પરંતુ તું ચ'દ્રની કૌમુદિની જેમ સ્ત્રીઓને શિકાર કરીને અમારા હને કેમ વધારતા નથી ? તારી કૌમાર્યાવસ્થા જોઈને અમારા ચિત્તમાં અનેક પ્રકારે ચિન્તા થાય છે.
ત્રણ જ્ઞાનેથી યુક્ત એવા શ્રી નેમિનાથે કહ્યું કે તમે તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારનુ દુઃખ લગાડશે। નહી. મારા ચેાગ્ય જો કોઈપણ સ્ત્રી મને લાગશે ત્યારે હું જરૂરથી તેના સ્વીકાર કરીશ, અયેાગ્ય કન્યાઓને સ્વીકાર કરી હું મારા જીવનને દુ:ખી કરવા ઈચ્છતા નથી, તેપણ માતા પિતાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા જોઈને શ્રી નેમિનાથે તેને શાંત પાડ્યા.
આ ખરજી યશેામતીનેા જીવ અપરાજિતથી ચ્યવીને ઉગ્રસેનની પત્ની ધારિણીની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ, માતા પિતાએ બાલિકાનું નામ ‘રાજીમતી' રાખ્યું. સર્વાંગ સુંદર