________________
૨૩૮
મારા પુત્ર શંખને જગત્પતિએ ઉઠાવીને ચુંબન કર્યું છે. તેમ સમજી સમુદ્ર પણ પિતાના મેજાઓને ઉછાળો હસવા લાગ્યો, દ્વારિકાપુરીના સિમાડે સમુદ્રના તરંગે નાચવા લાગ્યા, શ્રીકૃષ્ણ અને બલદેવના કાનમાં પણ શંખને અવાજ ગુંજવા લાગે. નગરજને આશ્ચર્ય અનુભવવા લાગ્યા, શ્રીકૃષ્ણનું ચિત્ત વિક્વલ બન્યું. તેમના મનમાં અનેક પ્રકારને તર્કવિતર્ક થવા લાગ્યા, શું બીજા દ્વીપમાંથી કઈ વાસુદેવ આવ્યા હશે? અથવા તે ઈન્દ્ર તે નહિ આ હેય ને?
કેમકે આ શખધ્વનિ તે મેં કઈ દિવસ સાંભળે નથી, આ પ્રમાણે શ્રીકૃષ્ણ ચિંતા કરતા હતા ત્યાં તે શસ્ત્રાગારના રક્ષકએ આવીને કહ્યું કે હે સ્વામિન! બીજા દ્વીપના વાસુદેવ અહીં આવી શકતા નથી, ઈન્દ્ર તે આપના બલથી ત્રાસીને સ્વર્ગમાં શાંતિપૂર્વક જઈને રહ્યા છે, મહા બલવાનના સ્થાનમાં જ મહા બલવાન ઉત્પન્ન થઈ શકે છે એ પ્રમાણે શ્રી નેમિકુમારે પંચજન્ય શંખ વગાડ્યો છે, અને આ અવાજ પણ તેને છે. સાંભળીને ચિત્તમાં વિસ્મય પામેલા અને હર્ષાવેશમાં આવેલા શ્રીકૃષ્ણને રક્ષકોની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. | શ્રી નેમિકુમારની પાસે જવા માટે કૃષ્ણ તૈયાર થયા, ત્યાં તે શ્રી નેમિકુમાર દેડતા આવ્યા, શ્રીકૃષ્ણ આદર. ભાવથી તેમને આસન ઉપર બેસાડીને પૂછયું કે હે બંધુ શિરેમી! હમણાં જ પ્રલયકાળના વરસાદની જેમ ગર્જના