________________
૨૩૭
તે કન્યા ક૯૫વલ્લીની જેમ સુખપૂર્વક મોટી થવા લાગી, બાલ્યાવસ્થાને છેડી તેણું યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી, જેના અંગોને જોવા માત્રમાં જ ઈચછા તૃપ્ત થઈ જાય, તેવી લાવણ્યમય તેણી હતી, તેને ને જોઈ લકે હરણના. નેત્રને ભૂલી જતા હતા, તેણીના વૃક્ષ સ્થલ પણ સુશોભિત નિધાનના કુંભેથી પણ ઉચ્ચસ્થલના જેવા દેખાતા હતા, સખીઓની સાથે પરસ્પર વિવાહાદિ કીડાઓને કરતી દિવસે. પસાર કરવા લાગી. | શ્રી નેમિકુમાર બીજા રાજકુમારની સાથે ક્રીડા કરતા કૌતુક વશ બની એક દિવસ શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા, ત્યાં ચક, સારંગધનુષ્ય, ગદા, શંખ, નન્દકાદિ દિવ્યાસ્ત્રોને જેઈ પિતાના મિત્રની જેમજ શંખને ઉપાડવાની ઈચ્છા કરી, શસ્ત્રાગારના રક્ષકે અંજલી જોડીને કહ્યું કે હે. દેવ! આ પંચજન્ય શંખ શ્રીકૃષ્ણ વિના કોઈપણ મનુષ્ય. ઉપાડી શકતું નથી, તે પછી વગાડવાની તો વાત શી કરવી, હે કુમાર ! આપ તે ખૂબ જ સુકુમાર છે, આપ ઉંમરમાં પણ નાના છે, માટે આપશ્રી આ શંખને ઉપાડવાનું કાર્ય કરતા નહી. શ્રીનેમિએ સાંભળીને અંતરમાં હસતાં હસતાં સફેદ કમલ જેવા શંખને હાથમાં લઈ, પિતાના મુખની. પાસે લાવી તે શંખને ફેંક્યો, બ્રહ્માના આઠે કાનને હેરા બનાવતા, દશે દિશાઓને ગજાવતા, હાથીઓને વ્યાકુલ બનાવતા, બ્રહ્માંડમાં શંખને અવાજ ફેલાઈ ગયે, શંખના અવાજથી ભૂમિ કંપાયમાન થઈ ગઈ. ગજેન્દ્રોની જેમ પર્વતે કંપાયમાન થયા.