________________
૨૩૩
કર્યું? આવું તમારાથી કેમ થાય, હાય ! જે બનવાનું હતું તે બની ગયું. નભસેનને શ્રી કૃષ્ણ શાંત પાડ્યો, ત્યારથી નભસેન સાગરચંદ્ર ઉપર બદલો લેવા માટે અસમર્થ હોવા છતાં પણ સમયની રાહ જોતે હતે.
વૈદર્ભેિ પ્રિયાથી પ્રદ્યુમ્નને અનિરૂદ્ધ નામે સુલક્ષણ, શાસ્ત્રનિષ્ણાત, સગુણાલંકૃત પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, યુવાવસ્થાએ પહોંચેલા અનિરૂદ્ધને જોઈ વિદ્યાધરના ઘરની સ્ત્રીઓ પણ મેહિત થવા લાગી.
શુભનિવાસ નગરમાં વિદ્યાધરાધિપ “બાણ” ને અનેક ગુણેથી ઉજજવલ ઉષા નામની કન્યા, ઉત્પન્ન થઈ, વિધાતાએ સાક્ષાત ઉર્વશી રૂપ તેને બનાવી હતી, દિકુમારિકાના જેવી તે કન્યાએ પિતાના અનુરૂપ પતિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગૌરીની આરાધના કરી. તેણીના તપથી પ્રસન્ન થઈને ગૌરીએ વરદાન આપ્યું કે “રૂપથી કામદેવને લજિત કરનાર શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધની સાથે તારૂં લગ્ન થશે, તે પ્રમાણે વરદાન આપ્યું.”
બાણરાજાએ ગૌરીના પતિ શંકરની આરાધના કરીને યુદ્ધમાં કોઈ પણ વડે પરાજય ન થવાય તેવું વરદાન મેળવ્યું. કાલી રૂપ ધારણ કરી, ગીરીએ કોધાવેશમાં શંકરને કહ્યું કે મેં તેની પૂત્રીને અનિરૂદ્ધની સાથે લગ્ન થવા માટેનું વરદાન આપેલું છે. તે પછી આપે “બાણ” ને અજયતાનું વરદાન શા માટે આપ્યું, ભયભીત બનેલા