________________
૨૩૧
વસાવી તેમને રહેવાનું કહે, શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના રાજ્ય ઉપર અભિમન્યુના પૂત્ર અને પિતાની બેન સુભદ્રાના પૂત્ર પરીક્ષિતને રાજ્યાભિષેક કર્યો.
ધનસેને શ્રી ઉગ્રસેનના પૂત્ર નભસેનને પિતાની પૂત્રી કમલામેલા આપવાનો નિશ્ચય કર્યો, નારદજી ફરતાં ફરતાં નભસેનના ઘેર પધાર્યા, વિવાહની તૈયારીમાં રહેલા નભસેને તેમને આદર સત્કાર ભૂલથી કર્યો નહી. તેથી તેનું ખરાબ ચિંતવતા નારદજી બલરામના પૌત્ર અને શામ્બાદિના અત્યંત પ્રિય નૈષધિસાગરચન્દ્રના આવાસે ગયા, તેણે નારદજીનું અદ્ભુત્થાનાદિ કરીને પૂજા કરી, તેના દ્વારા પૂછવાથી નારદજીએ કહ્યું કે ધનસેનની પુત્રી તારા માટે યોગ્ય છે. તે હમણાં જ નભસેનને આપવાની છે.
આટલું કહીને નારદજી અન્ય સ્થાને ચાલ્યા ગયા, સાગરચન્દ્રને અનુરાગ કમલામેલા પ્રત્યે વધવા લાગે, તેનું ધ્યાન ધરતા સાગરચંદ્ર જગતના સુખને તુચ્છ માન્યા, નારદજી કમલામેલાના ઘેર ગયા, તેણીએ નારદજીને સત્કાર કરી, કૌતુક પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે આ નગરમાં વિચિત્ર કૌતુક મેં જોયું છે, તે તું સાંભળ, કુરૂપમાં સર્વોપરી નભસેન પ્રસિદ્ધ છે. સ્વરૂપમાં સર્વ શ્રેષ્ઠ સાગરચન્દ્ર સર્વ પ્રથમ છે. સાંભળીને નભસેનથી વિરક્ત બની તેણીનું ચિત્ત સાગરચન્દ્રમાં અનુરાગવાળું બન્યું, તેણીના અનુરાગનું વર્ણન નારદજીએ સાગરચન્દ્રને કર્યું.