________________
૨૨૯ રહેલા બળની ખબર પડે, એ પ્રમાણે વિચાર કરીને પાંડેએ નાવને પિતાના કિનારે રાખી મૂકી અને શ્રી કૃષ્ણ વાસુદેવ ઊપર કૃતજ્ઞતા બતાવી.
શ્રી કૃષ્ણ વાસુદેવ સુસ્થિતદેવને મલીને જ્યારે ગંગા કિનારે આવ્યા ત્યારે નાવ નહીં દેખાવાથી એક હાથમાં ઘોડા સહિત રથને પકડી બીજા હાથથી તરવા લાગ્યા,
જ્યારે ગંગાનદીની મધ્યમાં આવ્યા ત્યારે તેઓએ વિચાર્યું કે પાંડ કેટલા બધા બળવાન છે કે જેઓ વગર નાવે અગાધ જલથી ભરપુર ગંગા નદીને તરી ગયા, આ પ્રમાણે મનમાં જ વિચાર કરતા શ્રી કૃષ્ણ વાસુદેવે પાંડવોના બળની પ્રશંસા કરી, શ્રી કૃષ્ણ વાસુદેવ ગંગા પાર કરીને પાંડની પાસે આવ્યા ત્યારે પાંડવોને પૂછયું કે તમે કેવી રીતે આવ્યા? પાંડવોએ કહ્યું કે હમે નાવમાં બેસીને કષ્ટ વિના આ કિનારે આવી ગયા છીએ.
ત્યારે શ્રી કૃષ્ણ વાસુદેવે કહ્યું કે આપલોકોએ નાવ સામા કિનારે કેમ ના મોકલી? ત્યારે પાંડેએ કહ્યું કે દેવ ! આપના બળની પરીક્ષાના માટે હમે સામા કિનારે નાવ એકલી નહોતી, આપત્તિ જ્યારે નજદીક આવે છે ત્યારે માણસની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય છે. આપ લેકેને મારું બળ જેવું છે? શું તમે સમુદ્ર પાર કરતી વખતે અને પદ્મનાભની સાથેના યુદ્ધમાં મારા બળને જોયું નથી ? મનુષ્યમાત્રને સ્વભાવ છે કે વિદ્યા પ્રાપ્ત કર્યા