________________
૨૩૦
પછી ગુરૂને, ધન પ્રાપ્ત કર્યા પછી શેઠને, અને સ્ત્રીને પણ સ્વભાવ છે કે પુત્ર પ્રાપ્તિ પછી પતિ ઉપર દ્વેષ કરે છે. એ પ્રમાણે હે પાંડે તમે પણ મારા બળને જોવાની ઈચ્છા રાખે છે તે જોઈ લે કે કૃષ્ણનું બળ કેટલું છે. આ પ્રમાણે કહેતા શ્રી કૃષ્ણ વાસુદેવે પાંડેને માર્યા, તથા લેહ દંડથી તેમના રથના ચૂરેચૂરા કરી નાખ્યા, ત્યાં જ રથમઈન નામનું શહેર વસાવ્યું.
તમે લેકે મારી આજ્ઞાવાળી જગ્યામાં રહેતા નહિ, આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણ પિતાની છાવણીમાં ગયા, ત્યાંથી સન્યસહિત નવીન તેરણવાળી દ્વારિકા નગરીમાં આવ્યા.
પાંડુ પૂત્ર પાંડેએ પિતાના નગરમાં જઈ માતાને વાત કહી, કુન્તી પણ દ્વારિકામાં આવી, રડતાં રડતાં શ્રી કૃષ્ણને કહેવા લાગી કે હવે મારા પૂત્રે ક્યાં જઈને રહેશે, તમારાથી કાઢી મૂકાયેલા મારા પુત્ર માટે ક્યાંય સ્થાન નથી, અર્ધ ભારતમાં તમારી આજ્ઞા હેવાથી તેમાં તેઓ આદેશ વિના રહી શકે તેમ નથી, તમારી બીકથી ભરતાધની બહાર પણ કોઈ સ્થાન આપે તેમ નથી, માટે હે બધુ વત્સ! તમે તમારા ભાઈઓને ક્ષમા આપો ? શ્રી કૃષ્ણ વાસુદેવે પણ અશ્રપાત કરતાં કહ્યું કે મારા ભાઈ એને દોષ કાંઈ જ નથી, ભાગ્યને દેષ સમજવાને કે તેમના અંતરમાં મારા બળને જોવાની ઈચ્છા પ્રગટ થઈ, અમૃતથી કઈ દિવસ વિષ પ્રગટ ન થઈ શકે, દક્ષિણ સમુદ્રના કિનારા ઉપર પાંડુદેશમાં નવીન મથુરા નગરી