________________
રરર ગ્રહ કર્યો કે પાંડનું મુખ જોયા સિવાય એક મહિના સુધી અન્નને ગ્રહણ કરીશ નહિ.
અહીં આ પાંડુપુત્રએ પ્રાતઃકાલે દ્રૌપદીને જોઈ નહી. પર્વત, ઉદ્યાન, નદી, સરોવર, વાવ, મહેલના ખડખંડમાં તપાસ કરી, પરંતુ દ્રૌપદીને કયાંય પત્તે લાગે નહી. ક્યાંયથી તેના સમાચાર પણ મલ્યા નહી. નિરૂપાય બનીને પાંડવોએ શ્રીકૃષ્ણની પાસે આવી તમામ હકીકત કહી. સંભળાવી, તેઓ વિચારમાં પડ્યા; તે વારે પિતાના હાથે થએલા અનર્થનું પરિણામ જાણવાની તીવ્ર જીજ્ઞાસાવાળા નારદજી ત્યાં આવ્યા.
આદર સત્કારપૂર્વક શ્રીકૃષ્ણ નારદજીને તૈપદી માટે પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે મેં તેણીને ધાતકીખંડના અમરકંકાના રાજા પદ્મનાભને ત્યાં જોઈ હતી, આ પ્રમાણે કહીને નારદજી ચાલ્યા ગયા, શ્રીકૃષ્ણ પાંડવોને કહ્યું કે દ્રૌપદીએ કરેલા નારદજીના અનાદરથી કોધી નારદજીએ આ કૃત્ય કર્યું છે. આપ દુઃખી ન થતા, મારે માટે તે કાર્ય મુશ્કેલ નથી, પાંડને આશ્વાસન આપી, સેનાને સુસજિજત કરીને શ્રીકૃષ્ણ દક્ષિણ સમુદ્રના તટે આવેલા વરદામ તીર્થક્ષેત્રમાં આવ્યા, ત્યાં આવી શ્રીકૃષ્ણ સમુદ્રની દુસ્તરતાનું વર્ણન કર્યું.
પાંડવે સમુદ્રના ભરતી ઓટ રૂપી ઉછળતા મેજાએને અટ્ટહાસ સાંભળી ગભરાઈ ગયા, ડરી ગયા, પાણીની અંદર તેઓએ ઈન્દ્રના વજની બીકથી પર્વતે જેવા મોટા