________________
શ્રી કૃષ્ણના ધનુષ્યના ટંકારને અવાજ સાંભળી બીજી ત્રણ ભાગની તાકાત ખલાસ થઈ ગઈ, શક્તિને નાશ થવાથી પદ્મનાભે ત્યાંથી ભાગી દૂર જઈને પિતાની લબ્ધિઓથી વૈકિય શરીર બનાવ્યું. શ્રી કૃષ્ણ પણ નરસિંહ રૂપ ધારણ કર્યું તે વખતે શ્યામ શરીરવાળા, રૌદ્ર રસવાળા શ્રી કૃષ્ણ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની પ્રચંડ શક્તિથી અમરકંકા નગરીનો નાશ કરવાની શરૂઆત કરી, નગરને નાશ થતે જોઈને પદ્મનાભ ચિંતિત બન્યો, તેણે કરૂણ શબ્દોથી શ્રી કૃષ્ણને કહ્યું કે મન્મત્ત હાથીઓ જેમ કમલને નાશ કરે છે તેમ આપ શા માટે નગરીને નાશ કરે છે ? શ્રીકૃષ્ણ રોષમાં આવીને કહ્યું કે તે તારી અજ્ઞાનતાથી શ્રીમતી દ્રૌપદીનું હરણ કર્યું છે. વળી દૂતની વાણીની અવહેલના કરી છે.
હજુ પણ શ્રીમતી દ્રૌપદીને પાછા સુપ્રત કરી તારૂં કલ્યાણ કર, સીતાને પાછા નહિ આપવાથી રાવણે પિતાના પ્રાણ ગુમાવ્યા, રાજ્ય અને કુલને નાશ કર્યો, અનુચિત કાર્યનું ખરાબ ફિલ કણ નથી ભોગવતું? સાંભળીને પદ્મ નાભ ભયભીત બની ગયે, દ્રૌપદીને શરણમાં જઈ તેણીને કહ્યું કે હે દેવિ ! તું મારી માતા છે. માટે નરસિંહથી મને બચાવ, દ્રૌપદીએ કહ્યું કે તું સ્ત્રી રૂપ ધારણ કરી મને આગળ રાખી, નરસિંહની પાસે જાય તે તારે પ્રાણ બચી શકે, પદ્મનાભે દ્રૌપદીના કહ્યા મુજબ કર્યું.
તેણે સ્ત્રીના રૂપમાં શ્રી કૃષ્ણની પાસે જઈને નમસ્કાર