________________
રર૫
પદ્મનાભને જોઈ શ્રી કૃષ્ણ પાંડને પૂછયું કે હે વીર કુંજર ! આપ સ્વયં પદ્મનાભને મારવા તૈયાર છે કે હું તેને મારૂં? પાંડેએ કહ્યું કે હે શ્રી કૃષ્ણ! આ કાર્ય કરવાને માટે અધિકારી હમે છીએ, માટે આપની સહાય તાથી અમે તે કાર્ય પૂર્ણ કરીશું. આ જગત ઉપર આજે પદ્મનાભને નાશ થશે, કે હમારે નાશ થશે. બનેમાંથી એકને વિનાશ જરૂર થશે.
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પાંડેએ પદ્મનાભની સામે યુદ્ધની શરૂઆત કરી, પદ્મનાભથી ફેંકાતા દિવ્યાસ્ત્રો વડે પાંડ જર્જરિત બની ગયા, ભાગીને શ્રી કૃષ્ણની પાસે આવી કહેવા લાગ્યા કે હે દેવ ! આ પદ્મનાભ તે દેવતાઓની સહાયતાથી અત્યંત મમત્ત છે આપનાથી વધ થઈ શકે તેમ છે.
શ્રી કૃષ્ણ કહ્યું કે આપ જ્યારે પ્રતિજ્ઞા ગ્રહણ કરીને જતા હતા, ત્યારે જ હું પણ જાણતો હતો કે પદ્મનાભને છત આપના માટે ખુબ જ મુશ્કેલ છે. હવે તમે જરા પણ ચિન્તા કરતા નહી. અને નિશ્ચિત થઈને જે જે કે પદ્મનાભને હું કેવી રીતે જીતું છું. આજે હું પૃથ્વીનાથ છું “પદ્મ નથી” આ પ્રમાણે બાલીને શ્રી કૃષ્ણવાસુદેવ યુદ્ધ કરવા ચાલ્યા, તેઓએ પોતાને દિવ્ય શંખ ફેંક્યો, સિંહની ગર્જનાથી હાથીએ નિર્બળ બની જાય તેમ શંખનો અવાજ સાંભળીને પદ્મનાભની ત્રણ ભાગની તાકાત ખલાસ થઈ ગઈ.
–-૧૫