________________
રર૩
જલ હસ્તિઓને જોયા, સમુદ્રની સ્થિતિ જોઈને પાંડેએ કહ્યું કે પ્રલયકાળ જેવા મેજથી ભયંકર સમુદ્ર દેવોને પણ ઉલ્લંઘન કરવો મુશ્કેલ છે. તે પછી મનુષ્ય શું કરી શકે? આપ ચિન્તા ન કરશે.
આ પ્રમાણે પાંડવોને કહી શ્રીકૃષ્ણ સમુદ્ર તીરે સ્થિર બનીને સુસ્થિત દેવનું ધ્યાન ધર્યું. તે દેવ પ્રત્યક્ષ થયે, અને બે હે દેવ ! આપના તપથી, ધ્યાનથી હું પ્રસન્ન છું. આપ આદેશ આપો કે આપનું શું કાર્ય કરું? શ્રીકૃષ્ણ કહ્યું કે ધાતકી ખંડવાસી પદ્યનાભ રાજાએ પાંડવો જે મારા ભાઈઓ છે. તેમની પત્નીનું હરણ કર્યું છે. તે સમુદ્રશ! તમે એવા પ્રકારને પ્રબંધ કરો કે જેનાથી અમે જલ્દી ત્યાં પહોંચી શકીએ, અને તેણુને લઈ અમે જલદી પાછા આવીએ, સુસ્થિતદેવે કહ્યું કે જેવી રીતે કે ઈ દેવ દ્રૌપદીનું હરણ કરીને પદ્મનાભને સુપ્રત કરી આવ્યો છે, તેવી રીતે હું પણ ત્યાંથી દ્રૌપદીને લાવી આપને સમર્પિત કરું? અથવા સિન્ય સહિત પદ્મનાભને સમુદ્રમાં ડુબાડી પાંચાલીને લઈ આવું?
શ્રીકૃષ્ણે કહ્યું કે તે ઉચિત નથી પરંતુ પાંડની સાથે ત્યાં જવા માટે પાણીથી છ રથને જવા માટે રસ્તા કરી આપો, જેથી અમે ત્યાં જઈને તેને જીતી દ્રૌપદીને લઇ અહીં અમે આવીએ, વીરપુરૂષને આ ક્રમ છે. સુસ્થિત દેવે તે પ્રમાણે માર્ગ કરી આપે, શ્રીકૃષ્ણ પાંડ સહિત ક્ષણમાં સમુદ્ર પાર કરી ગયા, અપરકંકાનગરીની