________________
૧૫૧
પદ્માવતીના સ્વયંવરમાં ગયા, રોહિણી સહેદર તે રાજાએ અતિવર્ષથી વીર શિરોમણું બને ભાઈઓને સત્કાર કર્યો, નમિનાથ પ્રભુના તિર્થમાં પિતાએ દીક્ષા લેતી વખતે પિતાની કન્યાઓને બલભદ્રને આપવાનો વિચાર કર્યો હતે.
બલભદ્ર રેવતી, મા, સીતા, બંધુમતી, આદિ તે કન્યાઓની સાથે લગ્ન કર્યા, બધા રાજાઓના દેખતાં શ્રીકૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું. શ્રીકૃષ્ણને તે બધા રાજાએ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું. રાજાઓને હરાવી, પદ્માવતીની સાથે બન્ને ભાઈઓ દ્વારિકામાં આવ્યા શ્રીકૃષ્ણ ગૌરીના નિવાસસ્થાનની બાજુમાં જ એક મોટા મહેલમાં પદ્માવતીને રાખી.
ગાન્ધારદેશમાં પુષ્કલાવતી નામની નગરીમાં ચારૂદત્ત નામના રાજા હતા, તેમને નગ્નજિત નામે પુત્ર હતો, સુભગાઓમાં સીમા, ગાધારી વિગેરે તેને બહેન હતી. પિતાજીના મૃત્યુ પછી દુશ્મએ તેનું રાજ્ય લઈ લીધું.
નગ્નજિતે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકાર્યું. શ્રીકૃષ્ણ તેના વિરોધીઓને મારી, ચારૂદત્ત (નાગ્નજીત)ને રાજ્ય પાછું સુપ્રત કર્યું. ચારૂદત્તે પિતાની પુત્રી સાથે શ્રીકૃષ્ણના લગ્ન કર્યા, શ્રીકૃષ્ણ તેને પણ દ્વારિકા નગરીમાં લાવી પદ્માવતીના સમીપના મહેલમાં રાખી, ઈન્દ્રની જેમ શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ થઈ.
એક વખતે અતિમુક્તમુનિ રુકિમણીના ત્યાં આવ્યા, મુનિને જોઈ ચતુર સત્યભામાં પણ ત્યાં આવી, રુકિમણીએ