________________
૧૯૭ દ્વારિકામાં રાજ્ય કરે છે. હવે તે હું અગ્નિમાં પ્રવેશ કરીને મરી જઈશ, જરાસંઘ અગ્નિનું નામ સાંભળી ક્રોધાગ્નિમાં બળવા લાગે, પુત્રીને આશ્વાસન આપતા તેણે કહ્યું કે કંસના દુશ્મનની સ્ત્રીઓને અગ્નિમાં હું બાળીશ, “તું શાંત થા” ચિંતા કરીશ નહી, ત્યારબાદ મંત્રીઓએ ના કહેવા છતાં પણ જરાસંઘે મોટેથી (ભંભા) રણશીંગુ વગડાવ્યું. અતુલ પરાક્રમી, અદ્ભૂત સાહસિક, સહદેવાદિ પૂત્રો યુદ્ધના માટે તૈયાર થઈ ગયા.
દુશ્મનના કાળસમાન શિશુપાલ, કૌરવનાયક દુર્યોધન, તથા બીજા અનેક કૃષ્ણના વિરોધી રાજાએ પોતાના સૈન્ય સહિત જરાસન્થની પાસે રાજગૃહ નગરમાં આવ્યા, ગજે. ન્દ્ર જેવી રીતે વિધ્યાચલને ઘેરી લે છે તેવી રીતે બધા રાજાએ રાજગૃહમાં આવી જરાસંઘની ફરતા વિટાઈ ગયા, જરાસંઘને રત્નજડિત મુકૂટ અપશુકન કરતે હેય તેમ નીચે પડી ગયે, ગળામાંથી મૂક્તાહાર ટુટીને તેના મોતી જમીન ઉપર પડી ગયા.
કાળને પોકારતી છીંક આવી, પગ પણ સ્થિર રહેતા નહેતા, તેનું ડાબું અંગ ફરકવા લાગ્યું. હાથીઓએ મળમૂત્ર કરીને અમંગલનું સૂચન કર્યું. પવન પણ પ્રતિકુલ થ, નગરમાં, ઉપર આકાશમાં ગીધના ટેળા ફરવા લાગ્યા, આ પ્રમાણે અનેક પ્રકારના અમંગલને જાણવા છતાં, પણ જરાસંઘે અહંકારમાં પ્રયાણ કર્યું.
પિતાના પરાક્રમથી અહંકારી બનેલા જનસંઘે પશ્ચિમ