________________
૨૦૯
શલ્યના મરવાથી તેની પાછળ રહેલા રાજાએ પણ ભાગી ગયા, ભીમે કપટભર્યા જુગારની યાદ અપાવી, દુઃશાસનને મારી તેની છાતી ફાડી નાખી, સહદેવે ક્રોધથી શકુની ઉપર પ્રાણઘાતક બાણ છોડ્યું. તે પહેલાં જ તે બાણને દુર્યોધને કાપી નાખ્યું. કેપમાં આવી સહદેવે દુર્યોધન ઉપર બાણ વર્ષા ચાલુ કરી, ચતુર દુર્યોધને તે બાણેને કાપી નાખ્યા, અને સહદેવ ઉપર નાગાસ્ત્ર બાણને ઉપયોગ કર્યો.
પરંતુ વચમાં જ સવ્યસાચીએ ગરૂડાસ્ત્રને પ્રયાગ કરી નાગાસ્ત્રને નાશ કર્યો, એટલામાં સહદેવનું બાણ શકુનીનું માથું લઈને સમડીની જેમ ચાલી ગયું.
સૂર્ય સમાન તેજસ્વી નકુલે, ઉલુકને જર્જરિત બનાવી દી, દ્રૌપદીના પાંચ પુત્રોએ દુષણ આદિ રાજાઓને યુદ્ધ ભૂમિમાંથી ભગાડવા, દુર્યોધને પણ કાશીશ્વરાદિ સેનાનાયકની સહાયતાથી અજુનને મારવા માટે આક્રમણ શરૂ કર્યું. બલરામના પુત્ર રૂપ કિરણેથી કલિત ચન્દ્રમા સમાન અજુને દુર્યોધનની સેનાને મુકુલિત મૂખવાળી કમલિનીની જેમ બનાવી દીધી, પછી કપિદવજ અને કૌરવ સેનાના પ્રદીપ જયદ્રથને વિસ્ત કર્યો, એટલામાં વનના અગ્નિની જેમ કર્ણ રાજા જવાલાજવાલ જટિલ બાણેથી અર્જુનને બાળવા માટે પ્રજવલિત થયે.
બે જુગારીની માફક બાણે વડે લાંબા સમય સુધી રમવા લાગ્યા, જેમની રમતને જોવા માટે આકાશને ઝરૂખે બનાવીને બેઠા, અને “નારાચ' નામનું બાણ ચલાવી કર્ણને