________________
૧૯૯
આવી પહોંચ્યા, બલરામ અને શ્રી કૃષ્ણના પૂત્રે પણ આવ્યા, વિદ્યાબલ અને બાહુબલથી યુક્ત પ્રદ્યુમ્ન અને શાંબ બધામાં તેજસ્વી દેખાતા હતા, પરાદિ પૂત્રો સહિત ઉગ્રસેન રાજા, પિતાની સેના સહિત, શાન્તનને પૂત્ર મહાસેનાદિ, પાંચ પાંડ વિગેરે દ્વારિકામાં આવી પહોંચ્યા.
જરાસંઘના આશ્રિત રાજાએ સિવાયના તમામ રાજાઓ, બેચર, વિદ્યાધર, વિગેરે આવીને શ્રી કૃષ્ણના સૈન્યમાં ભળી ગયા, બ્રાહ્મણે દ્વારા ઉચ્ચારાતા વેદના કલેકેથી કાનને અને હૃદયને પવિત્ર કરતા, વૃદ્ધાશ્રીઓના આશિર્વાદને ગ્રહણ કરતા, સુન્દર શુકનથી અલંકૃત બનીને, મંગલ વાદ્યોના ઇવનિને સાંભળતા, દારૂક સારથિથી અલંકૃત ગરૂડધ્વજ રથ ઉપર બેસીને કોટુકીએ આપેલા મુહૂર્ત અનુસાર યદુવંશી રાજાઓ સહિત, પૂર્વોત્તર દિશા તરફ પ્રયાણ કર્યું.
અનેક રાજાઓ તથા તેઓના સાથી ભૂમંડલને કંપાયમાન કરતા, દ્વારિકાથી પસ્તાલીશ ચેજિન ભૂમિ ઉપર શીની પલ્લી નામના ગામમાં શ્રી કૃષ્ણ સિન્ય સહિત પડાવ નાખ્યો, જરાસંઘની સેના ચાર જન દૂર હતી, તે વખતે થોડા વિદ્યાધરોએ આવીને શ્રીસમુદ્રવિજયને કહ્યું કે અમે આપના ભાઈ વસુદેવના ગુણેથી પ્રભાવિત થયેલા વિદ્યાધરે છીએ, માટે આપને હિતકર વાત કરવા માટે અમે અહીં આવ્યા છીએ.
જે કે અમે જાણીએ છીએ કે જેઓના સૈન્યમાં