________________
૨૦૧૨
સવરૂપે દશાહએ તેને સ્વીકાર કર્યો નહીં. અને તે જ કન્યા શ્રી કસના મૃત્યુની કારણ બની, હમણાં પણ કોઈ પ્રકારના કારણ વિના યુદ્ધના માટેનું પ્રયાણ કરાવવાવાળી આપની પૂત્રી જીવયશા રાજ્યલક્ષ્મી, પ્રાણ, વંશ, એ બધાને નાશ કરાવશે.
આપ અપશુકન, તિષિ તથા મંત્રિઓનું પણ માનતા નથી માટે મને તે લાગે છે કે નિશ્ચય પુત્રીના બહાને આપનું જ આ કૃત્ય છે. આપની પાસે કેઈ આત્મિય મંત્રી નથી, કે જે આપને આવા અકાર્યથી પાછા વાળી શકે, આપ જ કહે કે જમાઈને માટે આવું ભયાનક દારૂણ યુદ્ધ કરવા કેણ તૈયાર થાય! આપનું ભાગ્ય આપના ઉપર કોપાયમાન થયેલ છે.
પૂત્રવધના નિમિત્તથી આપના ભાગે આપને રેકેલા, પણ અત્યારે ફરીથી આપ શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે, સહાય અને સંપત્તિથી પણ તેમાંથી ન્યુન છે, કેમકે રૂકિમણને હરણ વખતે બલરામની સાથે યુદ્ધ કરતી વખતે આપે શિશુપાલ તથા રૂકિમના બળને જોઈ લીધું છે, દુર્યોધન અને શકુની સર્પ સમાન છિદ્રાષિત છે, વળી પિતાના ભાઈઓ સાથે દ્રોહ કરનાર છે. તેઓની ઉપર વિશ્વાસ કેમ મૂકી શકાય? ફક્ત અંગાધિપતિ કહ્યું, વીરપુરૂષ અને વિશ્વાસ કરવા યોગ્ય છે. પરંતુ કૃષ્ણકુમાર તેને પણ ખંડખંડ કરી નાખશે, દેશકાલ પણ આપને અનુકુલ નથી.