________________
- ૨૦૪ દીતિને હારી જશે, યુદ્ધમાં હાર જીત તે ભાગ્યાધીન છે. પરંતુ યશ ભાગ્યાધીન હોતે નથી.
યશ તે “યાવહ્ય દિવાકરી રહેવાવાળી વસ્તુ છે. હે દેવ ! આપના ચકરત્નની સમાન શત્રુઓથી અભેદ્ય ચક - વ્યુહની રચના કરીને શત્રુઓના બળને હમે નષ્ટ કરી નાખીશું. ડિમ્બક મંત્રીની વાતથી જરાસંઘને ખૂબ જ આનંદ થયે, હંસક મંત્રી તથા બીજા સેનાપતિઓની સહાયતાથી ચક્રવ્યુહની રચના કરાવી, જેના મધ્યભાગમાં એક હજાર રાજાઓ, અને પ્રત્યેક આરા (ગાડાના પૈડાની વચ્ચેના આડા લાકડાઓને આરા કહેવામાં આવે છે) ઉપર સો હાથી, બે હજાર રથ, પાંચસે ઘોડા, સેલ હજારનું લશ્કર, પાંચ હજાર રાજાએથી વિંટળાઈને જરાસંઘ વચ્ચે રહ્યો. | તેમની પાછળ ગાંધાર સિંધુ રાજાઓની સેના, દક્ષિણ - ભાગમાં ધૃતરાષ્ટ્રના સી પૂની સેના, ડાબી બાજુ મધ્ય પ્રદેશના રાજાની સેના, આગળના ભાગમાં ગણનાયક સેના સહિત હતા, ચકવ્યુહના બહારના ભાગમાં અનેક પ્રકારની વ્યુહ રચના કરી હતી, પિતા પોતાના સ્થાને મોટી મોટી સેના સહિત રાજાએ ઉભા હતા, હિરણ્ય નામે સેનાપતિની સ્થાપના કરી, ગુપ્તચર દ્વારા ચક્રવ્યુહની વાત જાણીને યાદાએ પણ એક રાત્રીમાં ચક્રવ્યુહને પરાજિત કરવા માટે ગરૂડ વ્યુહની રચના કરી, તે વ્યુહમાં આગળના ભાગમાં અર્ધ કેદી કુમારે રાખવામાં આવ્યા.
મહાબલવાન કૃષ્ણ મૂર્ધન્ય સ્થાન ઉપર બિરાજમાન