________________
૧૯૫
શાંબકુમારે હસીને સત્યભામાને પ્રણામ કર્યા, શાંખે કહ્યું કે માતાજી! તમે જ મને તમારા હાથથી લાવીને કન્યાઓની સાથે મારા લગ્ન કરાવ્યા છે, નગરજને સાક્ષી છે, સત્યભામાએ લેકેને પૂછ્યું, બધાએ શાબકુમારની વાતને સ્વીકાર કર્યો.
સત્યભામા શાંખકુમારને ખરાબ શબ્દ કહીને કોધથી પિતાને ઘેર ચાલી ગઈ. જાંબુવતીએ ઉત્સવ કર્યો, કટુભાષી શાબકુમારે એક દિવસ વસુદેવને કહ્યું કે તાત! આપે પરદેશી બનીને ઘણી સ્ત્રીઓની સાથે લગ્ન કર્યા, જ્યારે હું તે ઘરમાં રહીને સૌ કન્યાઓની સાથે પરણ્ય, માટે આપમાં અને મારામાં ઘણે તફાવત છે, ત્યારે વસુદેવે ક્રોધાવેશમાં આવીને કહ્યું કે હે કૂપમંડુક ! તું તારી સ્તુતિ કરે છે?
પિત થી નિરાશ્રિત બનીને સ્મશાનમાં રહેતું હતું, અને કપટથી સ્ત્રીના હાથનું આલંબન લઈને ફરીથી ઘેર આવ્યો છે. તારું તે કેઈ નામ લેવા પણ તૈયાર નથી. મારા કુલમાં તું કલંક્તિ પાળે છે, મારા ભાઈએથી અપમાનિત થઈને હું વીરની જેમ ઘેરથી નિકળી ગયે, અને પૃથ્વી ઉપર બેચરની સમાન વિચરી હજારો સ્ત્રીઓની સાથે પરણ્ય.
પ્રસંગોપાત ભાઈઓનું મિલન થવાથી અને તેમના તરફથી સન્માનિત બનીને ઘેર આવ્યો છું; શાંબ પિતાને અપરાધ સ્વીકારી અને પિતામહના પગ પકડીને સ્તુતિ કરવા લાગ્યા, વસુદેવે ખુશી થઈ તેને ક્ષમા આપી, શાંબકુમાર પિતાના મહેલમાં આવી, પિતાની સ્ત્રીઓ સાથે આનંદ પૂર્વક રહેવા લાગ્યા.
છે અમમસ્વામિને નવ સર્ગ સંપૂર્ણ