________________
૧૮૫ દાસીએ જઈને રૂકિમણી પાસે માથાના વાળની માગણ કરી, તે સાંભળીને સાધુએ કોધિત બની તે દાસીઓના માથાના વાળથી પેટી ભરીને પાછી મોકલાવી આપી.
સત્યભામાના પૂછવાથી દાસીઓએ કહ્યું કે આપ મુંડિત થયા છે અને અમને પણ આપે મુંડન કરાવવા માટે જ મેકલ્યા, તેણે અમારા વાળનું મુંડન કરી વાળથી પેટી ભરી આપી છે, ત્યારે સત્યભામા ક્રોધમાં આવીને બેલી કે રુકિમણીના વાળને લાવવા માટે હજામને મોકલાવી આપે, પરંતુ મહર્ષિએ વિદ્યા બળથી તે હજામને મુંડી નાખે, માથું મુંડાયેલ હજામને જોઈ કોધિત બનેલી સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે આપશ્રી જામીન થયા હતા તે હવે રુકિમણીના માથાના વાળ કાપીને લાવી આપે, અથવા અહીંઆ બોલાવીને તેનું મુંડન કરાવો.
કહ્યું કે તે પોતે જ માથું મુંડાવીને બેઠી છે, માટે તેંજ વાદવિવાદને અને શરતને ભંગ કર્યો છે. તે વારે સત્યભામાએ કહ્યું કે હે પ્રિયે ! અત્યારે મશ્કરીને વખત નથી, શ્રીકૃષ્ણ બલરામને રુકિમણીના ઘેર મોકલ્યા, બાલસાધુ પ્રદ્યુમ્ન સાધુરૂપ બદલીને કૃષ્ણના રૂપમાં બેઠા હતા, શ્રીકૃષ્ણને જોઈ બલરામ શરમાઈ ગયા, પાછા આવ્યા.
પાછા આવીને જુએ છે તે સત્યભામાના ત્યાં પણ કૃષ્ણને જોયા, તે વારે બલરામે ક્રોધમાં આવીને કહ્યું કે હે કૃષ્ણ! હું તારો નેકર નથી, કે સેવક નથી, શા માટે તું મને નાહક બેટા ધક્કા ખવરાવે છે? મને તું મેકલે