________________
૧૮૮ પ્રદ્યુમ્નની સ્કૃતિ, કીતિ, અને શૂરવીરતાથી દુઃખી - બનેલી સત્યભામા રિસાઈને જુદા ઘરમાં રહેવા ચાલી ગઈ, - શ્રી કૃષ્ણ ખુબ જ પ્રયત્નોથી તેને મનાવી ત્યારે તેણીએ કહ્યું પ્રદ્યુમ્નના કરતાં પણ અત્યંત ગુણવાળે પુત્ર મને જોઈએ, શ્રી કૃષ્ણ અઠ્ઠમ તપ કરી આરાધના કરી. નંગમેષિદેવને કહ્યું કે પ્રદ્યુમ્નથી અત્યંત ગુણવાળે તેજસ્વી પુત્ર સત્યભામાને આપે, તે દેવે શ્રી કૃષ્ણને એક હાર આપે અને કહ્યું.
આ હાર સહિત જેની સાથે આપ કીડા કરશે તેને પ્રદ્યુમ્નથી અત્યંત તેજસ્વી, ગુણવંત પૂત્ર રત્નની પ્રાપ્તિ થશે, દેવ અંતર્ધાન થઈ ગયો. શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને સત્યભામાને તે હાર આપે, પ્રજ્ઞપ્તિ વિદ્યાથી હારને - મહિમા જાણી પ્રદ્યુમ્ન રુકિમણીને કહ્યું કે તમને મારા જે બીજે પૂત્ર જોઈએ છે?
. ત્યારે માતાએ કહ્યું કે મને તારા એકથી સંતોષ છે. જે તારી શકિતની વાત હોય તે જાંબવતિ મારી શક્ય હોવા છતાં પણ મારી સાથે બહેનની જેમજ વર્તે છે. માટે તેને તારા જે પૂર્વ પ્રાપ્ત થાય તેમ મારી ઈચ્છા છે. શ્રી પ્રદ્યુમ્ન જામ્બુવતીને લાવી તેને વિદ્યાબલથી સત્યભામાની આકૃતિ બનાવી દીધી, રુકિમણીએ તેણીને સંધ્યા સમયે સત્યભામાના ઘેર મોકલી, શ્રી કૃષ્ણ તેણીને -હાર આપી, તેની સાથે કીડા કરી.