________________
-
ધo
ત્યાં આવ્યા, સેનાપતિને મારી, પહેલાની જેમ જ તેણીની સાથે લગ્ન કર્યા. દ્વારિકા નગરીમાં લાવી જાંબુવતીના મહેલની પાસે જ તેણીને મહેલમાં રાખી, તેને પણ તમામ સામગ્રીથી પરિપૂર્ણ બનાવી.
સૌરાષ્ટ્રને શ્રી રાષ્ટ્રવર્ધન નામને ભૂપતિ ખુરી નામે નગરમાં રહેતું હતું, તેને વિના નામે રાઈ હતી, નમૂચિ નામે પુત્ર હતું. તેણે દિવ્ય શસ્ત્રાસ્ત્રની પ્રાપ્તિ, સિદ્ધિ દ્વારાએ કરી હતી તેથી તે ખુબ જ ગર્વિષ્ટ હતું, શ્રીકૃષ્ણ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે દૂતને મોકલે, પણ ગર્વિષ્ઠ નમુચિએ શ્રીકૃષ્ણની આજ્ઞા માનવાની “ના” કહી, અનાયાસે એકદા અત્યંત સુંદર અને લાવણ્યમય સુસિમા નામની પિતાની બહેનને સાથે લઈ પ્રભાત તીર્થમાં સ્નાન કરવા માટે આવે, સેના સહિત ત્યાં રહ્યાં.
દૂત દ્વારા શ્રીકૃષ્ણને નમુચિના સમાચાર મલ્યા, શ્રી કણે ત્યાં આવી, નમુચિને મારી, સુસિમાને દ્વારિકામાં લાવી તેની સાથે લગ્ન કર્યા, લક્ષ્મણાના મહેલની બાજુમાં મહેલમાં રાખી, વસ્ત્રાલંકાર, તથા પરિવાર આપી તેને પ્રસન્ન કરી, રાષ્ટ્રવર્ધન રાજાએ પણ શ્રીકૃષ્ણને ઘણા હાથી ઘોડા આદિ આપ્યા અને પિતાની પુત્રીને માટે અલંકારાદિ ઉપકરણે મોકલાવ્યા.
શ્રીકૃષ્ણ વીતભયનગરના મેરૂરાજાની ગૌરી નામની પુત્રીની સાથે લગ્ન કરી, સુસિમાના બાજુના મહેલમાં રાખી, બલરામ સહિત શ્રીકૃષ્ણ અરિષ્ટપુરના હિરણ્યરાજાની પુત્રી