________________
નાગકન્યાઓને, માલાના અવાજથી માનવીઓને છતતી દ્રિૌપદી સભા મંડપમાં આવી, વેત્રિણીથી નામ લઈને બતાવાતા રાજાઓને છોડી પાંડવોની પાસે આવી.
તેણુએ તે સમયે મહિલમુકુલની સમાન નિર્મલ પિતાના કટાક્ષોથી ક્ષણવારમાં તેમના પ્રત્યેને લેકોત્તર અનુરાગ પ્રગટ કર્યો, તેણીએ વરમાલાથી પાંચે પાંડવોને વિભૂષિત કર્યા, બધા રાજાઓ આશ્ચર્ય અનુભવવા લાગ્યા, એક બીજાનું મુખ જેવા લાગ્યા, એટલામાં ચાર મુનિ ત્યાં પધાર્યા, દ્રૌપદીને પાંચ પતિ કેમ ? આ પ્રમાણે રાજાઓના પૂછવાથી તેઓએ બતાવ્યું કે પૂર્વ ભવમાં કરેલા કર્મોના પરિણામથી તેને પાંચ પતિની પ્રાપ્તિ થઈ છે. કર્મને રોકવાની તાકાત-કેની છે?
ચમ્પા નગરીમાં ત્રણ વેદોની સમાન તેજસ્વી સોમદેવ અને સમભૂતિ તથા સોમદત્ત નામના ત્રણ સાદર ભાઈઓ હતા, તેમને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી, અને યજ્ઞશ્રી નામે ત્રણેને ત્રણ પત્નીઓ હતી, લોકેએ નિશ્ચય કર્યો કે આપણે જુદા જુદા રહીએ છીએ તે પણ વારા ફરતી આપણે બધાએ દરેક ઘેર ભેજન કરવું.
એક દિવસ સોમદેવના ઘરમાં ભેજનનો વારો આવવાથી નાગશ્રીએ પિતે અત્યંત રસાસ્વાદવાળું સુંદર ભેજન તૈયાર કર્યું. અનેક પ્રકારના શાકને બનાવતી નાગશ્રીએ ભૂલથી કડવી તુંબડીનું શાક બનાવ્યું. રસાસ્વાદની પરીક્ષા કરવા માટે તેણીએ થોડુક શાક મા મુકયું ત્યારે તેણીને