________________
રહે, તે સાંભળીને બીજા લોકેએ ઘોડા ઉપર બેસીને ઘડાની ચાલની પરીક્ષા કરી, ભાનુ, પિોતે ઘોડા ઉપર બેસીને ઘડાને દેડાવવા જાય છે ત્યાં માયાકલિપત ઘેડાએ ભાનુકને જમીન ઉપર પછાડયો, ભાનુકની સ્થિતિ જોઈને બધા લેકે હસવા લાગ્યા, લજજાળું બનેલે ભાવુક અને લેકે હસતા હસતા શ્રીકૃષ્ણની સભામાં ગયા.
ફરીથી બ્રાહ્મણ વેશમાં પ્રદ્યુમ્ન દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. વેદપાઠ ભણતે નગરમાં ભમતું હતું, તેણે સત્યભા. માની દાસી કુશ્વિકાને જોઈ તેને પિતાના વિદ્યાબળથી સુંદર બનાવી દીધી, તેણુએ પૂછ્યું કે આપ ક્યાં જઈ રહ્યા છો? પ્રધુને કહ્યું કે “જ્યાં ભેજન મલશે ત્યાં જઈશ” ત્યારે દાસીએ કહ્યું કે આપ સત્યભામાને ત્યાં ચાલે, ત્યાં આપને ઈચ્છા મુજબ મોદકનું ભેજન આપીશ, દાસીના આમંત્રણને સ્વીકાર કર્યો.
દાસી તેને લઈને તેરણદ્વાર પાસે ઉભે રાખી, તેણી સત્યભામાની પાસે ગઈ, સત્યભામાએ કહ્યું કે દાસી ! તું કોણ છે? તેણીએ કહ્યું કે હું કુજિકા છું; સત્યભામાએ કહ્યું કે તું કેવી રીતે સીધી થઈ ગઈ? તેણીએ તેરણદ્વાર ઉપર રહેલા બ્રાહ્મણનું નામ આપ્યું. સત્યભામાએ બ્રાહ્મણની દિવ્ય શક્તિથી પ્રભાવિત બનીને બ્રાહ્મણને બેલા, આશિર્વાદ આપી માયાવી બ્રાહ્મણ આસન ઉપર બેઠે, સત્યભામાએ કહ્યું કે આપને પ્રભાવ અવર્ણનીય છે. માટે આપ મને રૂકિમણુંથી અધિક સ્વરૂપવાન સુંદરી બનાવી દે.